ગત રોજ રાત્રી દરમિયાન ત્રણેક ઈશમો મોટર સાઇકલ ઉપ્પર તણછા ગામ નજીક ગોપાલ હોટલની નજીક હાઇવે રોડ ઉપ્પર પથ્થરમારો કરી વાહન ચાલકો પાસેથી રૂપિયા તેમજ અન્ય ચીજવસ્તુઓ ની લૂંટ કરી રહેલા હોવાની પોલીસને જાણ થતા તુરંત જ પો.સ.ઈ તથા પોલીસ સ્ટાફ સાથે સદર જગ્યા એ એક છટકુ ગોઠવવામા આવ્યું હતું. આ છટકાની કામગીરીમા પોલીસ છુપી રીતે રોડ પર નીકળતા વાહનો જોતી હતી તે દરમિયાન મળેલી બાતમી મુજબ ત્રણ જેટલાં ઈસમો હાથ મા પથ્થર સાથે રોડ તરફ આવી રોડ ઉપ્પર જતા વાહનો રોકવાની કોશિષ કરી પથ્થરમારો કરતા હતા. પોલીસ દ્વારા લૂંટને અટકાવવા પીછો કરવામા આવ્યો હતો ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ત્રણ ઈસમો પૈકી એક ઈસમ નામે સૈફ શહીદ નશીબ ખાન ઉ. વર્ષ.19 રહે કેરવાડા ગામના રહીશને પકડી પાડી આમોદ પોલીસે IPC કલમ 393,114મુજબ ગુનો દાખલ કર્યો હતો.
તેમજ અન્ય આરોપી મોઈન મકશુદ અમરસંગ રાણા તેમજ અજીમ જલાલુદ્દીન ફતેસિંહ રણા તેમજ ફિરોઝ ઈમ્તિયાઝ રાણા તમામ રહે કેરવાડા ગામને વોન્ટેડ જાહેર કર્યા છે. આમોદ પો.સ.ઈ. જે.જી.કામળિયા તેમજ સ્ટાફે હાઇવે પર થતી લૂંટને અટકાવવા પોલીસે સમય સૂચકતા વાપરેલ અને વોન્ટેડ આરોપીયોને પકડવા ના ચક્રો ગતિમાન કર્યા છે.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી