Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

આમોદ: આછોદ ગામના નવનિયુક્ત સરપંચે પંચાયત કચેરી ખાતે આજરોજ પંચાયતનો ચાર્જ સંભાળ્યો

 

આમોદ તાલુકાના ગામ પંચાયતની ચૂંટણીનો થનગનાટ પૂર્ણ થયા બાદ ગામ પંચાયતનો ચાર્જ લેવા માટે નો થનગનાટ શરૂ થયેલ છે. આમોદ તાલુકા ના આછોદ ગામ ની ગામ પંચાયતની ચૂંટણી ઘણી રસાકસી થયા બાદ યુથવિંગ પેનલના સાત ઉમેદવારોની જીત થયેલ હતી તથા સૌથી નાની વયના સરપંચ તરીકે મુસ્કાન કાજી વિજય થયેલ હતા જેઓ ને આજરોજ આમોદ મામલતદાર ઓફિસના મહેસુલ વિભાગના નાયબ મામલતદાર કમલેશ સાહેબની હાજરીમાં આછોદ ગામ પંચાયત કાર્યાલયમાં ગામના આગેવાનો તથા વિરોધ પક્ષના સભ્યોની સમક્ષ ચાર્જ સુપર કરેલ હતો જ્યારે ડેપ્યુટી સરપંચ તરીકે હારૂન પટેલ કે જેઓ પણ નવયુવાન છે કે જેઓ ની સામે વિરોધ પક્ષ દ્વારા સમય મર્યાદા બાદ ફોર્મ રજૂ કરાતા જે ના મંજૂર થતા હારૂન ભાઈ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ હતા જ્યારે મીડિયા દ્વારા સરપંચ સાથે વાતચીત કરતા સરપંચ જણાવેલ કે હું અને મારું બોર્ડ નવયુવાન હોવાથી તમામ સાથે મળીને આગેવાનોની સલાહ-સૂચન થી ગામનો વિકાસ કરીશું એમ જણાવ્યું હતું

અને મીડિયા સંબોધનમાં પેનલના મુખ્ય આયોજક જકવાન જાલ એ જણાવ્યું હતું કે આજે અમે પંચાયત નો ચાર્જ લીધો છે અને આગામી 5 વર્ષ દરમિયાન અમે તમામ સમસ્યાઓ ને વાચા આપીસુ અને વધુમાં કહ્યું કે ગામના નાનો-મોટો વ્યક્તિ એ એક સમાન છે અને અમે તમામ ની સમસ્યાઓ સાંભળી તેનું નિરાકરણ કરીશુ અને વધુમાં તેઓએ જણાવ્યું કે આછોદ ગામ પંચાયતનું ઈલેક્સન એક તરફી થયું હતું અને તાલુકામાં સૌથી વધુ મોટી સરસાઈ થી અમારો સરપંચ વિજય બન્યો હતો અને ભરૂચ જિલ્લામાં સૌથી નાની વયે સરપંચ પણ અમારો રહ્યો છે. 22 વર્ષ

પંચાયત માં શપથવિધિ દરમિયાન યુથ વિંગ પેનલના મુખ્ય આયોજકો સોયબ ભાઈ કાપડિયા,યાસીન ઇડયા,સફીક વાડાવાળા,ઈબ્રાહીમ ગની,અબ્દુલ રેહમાન મુન્શી,યાકુબ વિક્રમ,ઇમરાન કાપડિયા,અયયુબ મઝા,સાદિક બેરા અને અન્ય સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચ: જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ અને કાયદો વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જાળવવા અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટનું જાહેરનામું

bharuchexpress

અંકલેશ્વર GIDC પોલીસે ભડકોદ્રા ગામે વાડામાં સંતાડેલો દારૂનો જથ્થો પકડી પાડ્યો, બુટલેગર વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી

bharuchexpress

ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSO ઉપર પોલીસ સ્ટેશનમાં થયો હુમલો

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़