



ભરૂચ c ડિવિઝન પોલીસ ની સરાહનીય કામગીરી
ગઈ કાલ તારીખ ૧૫/૦૧/૨૦૨૨ ના રોજ ભરૂચ કસક સર્કલ પાસે જીપ કંમ્પાસ ફોર વ્હીલ ગાડી ફોર વ્હિલ ગાડી નંબર GJ-27-CF-0872 ના આરોપી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી આ કામના ફરી.ની ઓટો રીક્ષા નં. GJ-16-AT-7227 ની સાથે પાછળથી ટક્કર મારી ફરીયાદી તથા સાહેદને ફંગોળી દઈ ફરીયાદીને ડાબા પગના જાંધના ભાગેનું હાડકુ ભાંગી તથા કમરના ભાગના મણકામાં ફ્રેકચર તથા નાકના ભાગે ફ્રેકચર તેમજ સાહેદ અમિતાબેન લિંબચીયાને માથાના ભાગે ઇજા તેમજ કાર નંબર MH-04-FR-4266 તથા મો.સા.નંબર GJ-16-CL-1366 તેમજ ઉભેલા બિજા વાહનોને પણ ટક્કર મારી નુકશાન પહોચાડી નાસી જઈ ગયેલ જે બાબતે સી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર 1119900122 0088/2022 આઈ.પી.સી 279,337,338, તથા મોટર વાહન અધિનિયમ 184,187,177,134 મુજબનો ગુનો ગઈકાલ તારીખ ૧૫/૦૧/૨૦૨૨ ના રોજ દાખલ થવા પામેલ છે.
સદર ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઈ/ચા. પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ ચાલક આરોપી વિરૂધ્ધ તાત્કાલીક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ વિભાગ ભરૂચ વિકાસ સુંડાનાઓએ માર્ગદર્શન હેઠળ, સદર ગુનામાં સંડોવાયેલ ચાલક આરોપી જયસુખ ઉર્ફે જય લાલજીભાઈ લુહાર રહેવાસી રચના નગર-૩, ભરૂચ નાઓને અટક કરવામાં આવેલ છે
તેમજ સદર બનાવ સમયે ગાડીમાં હાજર વ્યક્તિ દેવાંગ ચંદ્રકાંત મહેતા રહેવાસી બી/૧૪ જ્યોતીનગર ભોલાવ ગામ ભરૂચ અને ગાડી ચાલક જયસુખ ઉર્ફે જય લાલજીભાઈ લુહાર રહેવાસી રચના નગર-૩, ભરૂચનાઓ નશો કરેલી હાલતમાં જણાઈ આવતા બન્ને આરોપીઓ વિરૂધ્ધ અલગ અલગ પ્રોહીબીશન અંગેના ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. હાલ બંન્ને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી