Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરૂચ એલસીબી પોલીસે નબીપુર પોલીસ મથકની હદમાંથી રૂપિયા પોણા બે લાખના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ખેપિયાઓ ને ઝડપી પાડયા હતા

ભરૂચ
ભરૂચ એલસીબી પોલીસે નબીપુર પોલીસ મથકની હદમાંથી રૂપિયા પોણા બે લાખના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ખેપિયાઓ ને ઝડપી પાડયા હતા જ્યારે અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર ભરૂચ એલસીબી પોલીસે
નબીપુર પો.સ્ટે . વિસ્તાર નેહા નં ૪૮ રોડ ઉપર પરવાના હોટલ નજીકથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી મોબાઇલ નંગ ૦૧ કિ રૂ .૫૦૦ / કુલ પ્રોહી મુદ્દામાલ કિ ૩ ૨,૨૪.૫૫૦ / હસ્તગત કર્યો હતો. ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.એન. ઝાલા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ની અલગ અલગ ટીમ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન ભરૂચ એલ.સી.બી ની ટીમના માણસો નબીપુર હાઇવે ઉપર પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન ચોક્કસ બાતમી હકિકત મળેલ કે ભરૂચ થી વડોદરા જતા ને.હા.નં ૪૮ ઉપર પરવાના હોટલ પહેલા રોડની સાઇડમાં કેટલાક ઇસમોએ ભેગા મળી ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ઉતારી રહેલ છે જેથી હકિકતવાળી જગ્યાએ પ્રોહી સફળ રેઇડ કરતા બે ઇસમો હાજર મળી આવેલ અને તેઓ પાસે રોડની સાઇડમાં મીણીયા કોથળાના પાર્સલોમાં ભારતીય બનાવટનો વિદેશીના કુલ ૩૫ બોક્ષ જેમાં બોટલ નંગ ૫૦૮ કિ રૂ ૧,૯૫.૦૫૦ / – નો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ જેથી હાજર મળી આવેલ બે ઇસમો તથા નહી મળી આવેલ ત્રણ ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે નબીપુર પો.સ્ટે ખાતે સોપવામાં આવેલ છે . પકડાયેલ મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બનાવટની નાની મોટી બોટલો તથા બીયરટીન મળી કુલ્ બોટલ નંગ ૫૦૮ જેની કુલ કિંમત રુપિયા ૧,૯૫.૦૫૦, એકટીવા નંગ ૦૧ કિ રૂ ૨૫૦૦૦ / પપ્પુનિષાદ ભૈયાલાલ નિષાદ કશયપ હાલ રહેવાસી, સુરત મુળ રહેવાસી, મૂળ રહે. યુ.પી તેમજ દિપક વિસ્મબર કશયપ હાલ રહેવાસી, સુરત મુળ રહેવાસી, ( યુ.પી. ) જ્યારે આલોકસિંધ ચદબલીસિંધ રાજપુત રહે, સુરત, કરણ ગુપ્તા રહે સુરત તેમજ શુક્લા રહે સુરત નાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

2 લાખની વસ્તી સામે હવે 4 ફાયર ટેન્ડર

bharuchexpress

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલા પાણીમાં 1 દિવસથી ફસાયેલા અસ્થિર મગજના યુવાનને રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ બચાવ્યો

bharuchexpress

આમોદ: સ્વામીનારાયણ સ્કૂલ ખાતે અંધજન મંડળ અને નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ ભરૂચ દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़