



ધાબા પરથી પટકાતા યુવકનું મોત નીપજ્યું
– લાલ મંટોરી ગુજરાતી શાળાના ધાબા પરથી યુવક પટકાયો
– પતંગ ચગાવતા 42 વર્ષીય યુવકે કાબુ ગુમાવતા પટકાયો
– નેત્રંગ પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લા ના નેત્રંગ ખાતે આવેલ લાલ મંટોડી શાળાના ધાબા ઉપરઉતરાયણ પર્વને લઈ પતંગ ચગાવવા ચડેલ એક 42 વર્ષીય આધેડ નું ધાબા પર પતંગ ચગાવતી વેળા સંતુલન ગુમાવતા નીચે પટકાઈ જતા તેઓનું ગંભીર ઇજાઓના પગલે મોત નિપજ્યું હતું
ગત રોજ બપોરે ૧૨ વાગ્યા ની આસપાસ ૪૨ વર્ષયી સુરેશ સંજય ભાઈ વસાવા નામના આધેડ પ્રાથમિક શાળાના ધાબા ઉપર હતા તે જ સમયે તેઓએ પતંગ ચગાવવા જતા સંતુલન ગુમાવતા તેઓનું મોત નિપજ્યું હતું,હાલ સમગ્ર મામલે નેત્રંગ પોલીસે મૃતક ની લાશનો કબ્જો મેળવી અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે,
મહત્વ ની બાબત છે કે ઉતરાયણ નો પર્વ ભરૂચ જિલ્લાના લોકો માટે ઘાતક સમાન સાબિત થયો છે,પ્રથમ પતંગ ના દોરા થી ગળા કપાયા ની પાંચ થી વધુ ઘટનાઓમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો તો બીજી તરફ ધાબા ઉપરથી પટકાયેલ આધેડએ પોતાનો જીવ ગુમાવ્યો છેઃ
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી