આઈ.ટી.આઈ.માં ઓગષ્ટ-૨૦૨૧ પ્રવેશસત્રમાં ખાલી રહેલ બેઠકો ઉપર અંકલેશ્વરમાં સાતમાં રાઉન્ડની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું શરૂ કરવાની
તા.૧૦/૦૧/૨૦૨૨ છે. પ્રવેશ ફોર્મ આઈ.ટી.આઈ. ખાતે રજીસ્ટર કરવાની છેલ્લી તા.૧૫/૦૧/૨૦૨૨ સાંજે ૧૭:૦૦ કલાક સુધી છે. રૂબરૂ તા.૧૦/૦૧/૨૦૨૨ થી તા.૧૫/૦૧/૨૦૨૨ દરમિયાન રોજેરોજ પ્રેવેશ આપવામાં આવશે. નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંકલેશ્વરની મુલાકાત લઈ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી કૌશલ્ય તાલીમનો લાભ લેવા આચાર્ય ઔ.તા.સંસ્થા અંકલેશ્વર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી