Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

અંકલેશ્વર: ૬૦ વર્ષથી વધુ ઉંમરના વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ થયો

♦♦

– બીજો ડોઝ લીધાને ૯ માસ પુરા કરેલ હોઈ તેવા ૬૦ થી વધુ ઉંમરની વ્યક્તિઓએ પ્રિકોશન ડોઝ લીધો

રાજ્યમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ,હેલ્થ વર્કર્સ તથા ૬૦ વર્ષથી વધુની ઉંમરના અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો સોમવારથી પ્રારંભ થયો છે. ત્યારે અંકલેશ્વર આરોગ્ય વિભાગ દ્વારા ૨૭ સેન્ટરો ઉપર વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરી છે. અંકલેશ્વરમાં તા.૧૦/૧/૨૦૨૨ને સોમવારથી હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ્લાઇન વર્કર તથા ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્યાક્તિઓની કે જેઓ અન્ય ક્રોનિક બીમારીની સારવાર ચાલુ હોય તેવા નાગરિકોને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરી છે.

આ રસી લેવાથી કોરોના સંક્રમણ અટકાવવામાં મદદરૂપ થશે તેમજ જે વ્યક્તિઓએ કોવિડ-૧૯ રસીનો બીજો ડોઝ લીધો હોય અને ૯ માસ પૂર્ણ થયા હોય અને કાયમી ક્રોનિક બીમારીની સારવાર ચાલુ હોય તેવી વ્યક્તિઓ જ પ્રિકોશન ડોઝ લઇ શકશે, અંકલેશ્વર આરોગ્ય વિભાગ અને નગર પાલિકા દ્વારા શહેરના શારદા ભવન ટાઉન હોલ સહીત બે સ્થળે તેમજ આરોગ્ય વિભાગ દ્વારા જીઆઇડીસી નોટીફાઈડમાં બે સેન્ટરો તેમજ પીએચસી-સીએચસી અને સબ સેન્ટર મળી કુલ ૨૭ સેન્ટરો ઉપર પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરી છે ત્યારે શહેરના શારદા ભવન ટાઉન હોલ અંકલેશ્વર ખાતે ડોઝ લેવા માટે ૬૦ વર્ષ થી વધુની ઉમરના વયસ્કોની કતાર લાગી હતી અને ઉત્સાહભેર પ્રિકોશન ડોઝનો ડોઝ લીધો હતો

 

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

આમોદ: આવતી કાલથી પાલિકાના સફાઈ કામદારો કાળી પટ્ટી ધારણ કરી સફાઈ કામગીરી બજાવશે

bharuchexpress

આમોદ: પુરસા રોડ નવીનગરીમાં રહેતા 6 વર્ષના બાળકે રોઝો રાખી ઉપવાસ કર્યો

bharuchexpress

ઝઘડિયાના પીપોદરા ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़