Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરુચ: પ્રાથમિક શાળા નંદેલાવ ખાતે સ્માર્ટ ટી.વી એનાયત કાર્યક્રમ નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલના હસ્તે યોજાયો હતો

ભરૂચ શહેરમાં આવેલી નંદેલાવ, ભોલાવ, દાંડીયાબજાર અને મકતમપુર એમ ચાર શાળાઓમાં જ્યુબીલન્ટ ફાઉન્ડેશન વિલાયત ધ્વારા સ્માર્ટ ટી.વી. આપવામાં આવ્યા હતા. આ સ્માર્ટ ટી.વી. એનાયતનો કાર્યક્ર્મ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક શાળા નંદેલાવ ખાતે યોજાયો હતો. આ વેળાએ નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલે કંપનીના આ કાર્યને બિરદાવ્યું હતું. તેમણે સ્માર્ટ ટી.વી. વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યમાં ઘણું મદદરૂપ થશે. તેમણે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે શુભેચ્છાઓ પાઠવી ઉપયોગી માર્ગદર્શન પણ પુરૂ પાડ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, કંપની અધિકારીગણ, શાળાના આચાર્ય તેમજ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચના સાયકલિસ્ટોએ વિશ્વ શાંતિ માટે કરી 100 કિલોમીટર ની સાયકલ યાત્રા

bharuchexpress

રાજપીપળા ચોકડીથી ખરોડ ગામ સુધી ખાડાથી સુરત જતી લેનમાં ટ્રાફિક જામ

bharuchexpress

સરદાર પટેલ હાર્ટ ઇન્સ્ટિટ્યૂૂટના પ્રાંગણમાં 250 લિટરની ક્ષમતાનો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़