Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

આમોદ: કોરોના મૃતકોના પરિવારને ૪ લાખનું વળતર ચૂકવવા મામલતદાર કચેરીએ કોંગ્રેસનું આવેદનપત્ર.

 

– પશુ અને માનવી માટે વળતરના એકસમાન ધારાધોરણથી ભાજપ સરકાર અસંવેદનશીલ પુરવાર થઈ હોવાનું કોંગ્રેસનો આક્ષેપ.

આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખે તેમજ કાર્યકર્તાઓએ આજ રોજ આમોદ મામલતદાર ડૉ.જે.ડી.પટેલને આવેદનપત્ર આપી કોરોના મૃતકના પરિવારજનોને સરકાર દ્વારા ચાર લાખની સહાય ચૂકવે તેવી માંગણી કરી હતી.આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કોરોના મહામારીમાં ગુજરાત સરકારના બેદરકારી અને અણઘડ વહીવટને કારણે હોસ્પિટલમાં બેડ,દવાઓ,ઇન્જેક્શન, ઓક્સિજન અને વેન્ટિલેટરના અભાવે ગુજરાતમાં ત્રણ લાખથી વધુ લોકોના મૃત્યુ થયા હતાં.ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવારના નામે લાખો રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી હતી.સરકાર દ્વારા મોતના આંકડા છુપાવી મૃતકોની યાદી ગેઝેટ મારફતે પ્રસિદ્ધ કરતી નથી.ત્યારે આમોદ શહેર કોંગ્રેસ દ્વારા કોવિડ-૧૯ થી અવસાન પામેલા દરેક મૃતકના પરિવાર માટે ચાર લાખના વળતરની માંગણી કરવામાં આવી હતી.તેમજ ભાજપ સરકાર દ્વારા પશુ તેમજ માનવી માટે ૫૦,૦૦૦ વળતરના એકસમાન ધારાધોરણ જાહેર કરી અસંવેદનશીલ હોવાનું પુરવાર કરી માનવજાતની પણ ક્રુર મજાક કરી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.આમોદ મામલતદાર ડૉ.જે.ડી.પટેલને આવેદનપત્ર આપવા માટે શહેર કોંગ્રેસ પ્રમુખ અબ્દુલ મજીદ પટેલઉર્ફે બાબુભાઇ બરફવાલા,સાજીદ રાણા,સલીમ રાણા,હીરાભાઈ સોલંકી,ત્રિભોવન સોલંકી,અરવિંદ સોલંકી સહિતના કાર્યકરો હાજર રહ્યા હતાં.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

 

Related posts

અંકલેશ્વરનાં ભડકોદ્રા ગામ ખાતે બેકાબુ કાર ચાલકે કાબુ ગુમાવતા નજીકની દુકાનોમાં ઘુસી જતાં અફરાતફરી સર્જાઈ

bharuchexpress

અંકલેશ્વરના દઢાલ ગામે પોલીસે રેઇડ કરી દારૂ સાથે એક મહિલાને ઝડપી પાડી, ત્રણને વોન્ટેડ જાહેર કર્યા

bharuchexpress

ભરૂચ : આમઆદમી પાર્ટી નો વધતી જતી મોંઘવારી સામે અનોખો વિરોધ.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़