Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરુચ: કોરોના સામે વધુ સુરક્ષા માટે જિલ્લામાં તા.૧૦ જાન્યુઆરીથી પ્રીકોશન ડોઝ આપવાની શરૂઆત થશે

બીજો ડોઝ લીધાને ૯ માસ પુરા કરેલ હોઈ તેવા હેલ્થકેર, ફ્રન્ટલાઇન વર્કર તથા ૬૦ થી વધુ ઉંમરની વ્યક્તિઓ કે જેઓને અન્ય ક્રોનિક બીમારીની સારવાર ચાલુ હોય તેવા નાગરિકોને પ્રીકોશન ડોઝ લઇ શકશે

ભરૂચ જિલ્લામાં તા.૧૦/૧/૨૦૨૨ને સોમવારથી હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ્લાઇન વર્કર તથા ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્યાક્તિઓની કે જેઓ અન્ય ક્રોનિક બીમારીની સારવાર ચાલુ હોય તેવા નાગરિકોને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થનાર છે. જેમાં 25,000 પ્રિકોશન ડોઝના લાભાર્થીઓ, 15-18 વર્ષની ઉંમરના 12015 લાભાર્થીઓ, તથા 18 થી વધુ ઉંમરના બીજા ડોઝના બાકી લાભાર્થીને 22050નું રસીકરણ નિયત થયેલ 225 વેકસીન સેન્ટર પરથી આપવાનું આયોજન કરેલ છે.

આ રસી લેવાથી કોરોના સંક્રમણ અટકાવવામાં મદદરૂપ થશે. વધુમા જણાવવાનું કે જે વ્યક્તિઓએ કોવિડ-૧૯ રસીનો બીજો ડોઝ લીધો હોય અને ૯ માસ પૂર્ણ થયા હોય કાયમી ક્રોનિક બીમારીની સારવાર ચાલુ હોય વ્યક્તિઓ જ પ્રિકોશન ડોઝ લેવાને પાત્ર રહેશે. જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા વ્યક્તિઓને કોવિડ-૧૯ રસીક૨ણથી સુરક્ષિત કરી, કોરોના વાઇરસના સંક્રમણથી બચાવવા કોવિડ ૧૯ ૨સીકરણનો પ્રીકોશન ડોઝ લેવા ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

ભરુચ: યુક્રેન થી હેમખેમ પરત આવેલી ભરૂચની યુવતીની મુલાકાત લેતા ફૈઝલ પટેલ.

bharuchexpress

અંકલેશ્વરના ગડખોલમાં ગોપીનાથ રો-હાઉસ ખાતે 47 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

bharuchexpress

નબીપુર પ્રાથમિક કન્યાશાળા મા બાળમેળા નું આયીજન કરાયું, બાળકોએ ઉત્સાહ દાખવ્યો…

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़