Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરુચ: નબીપુર ગામમાં કોરોના મહામારી અંગે સ્થાનિક પોલીસ દ્વારા લોકોને જાગૃત કરાયા.

 

– નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામોમાં જાહેર જનતાને સમઝ અપાઈ.

ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન દ્વારા હદમાં આવતા વિસ્તારોમાં હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી અંગે જાહેર જનતાને માહિતગાર કરાયા હતા, જેમકે માસ્ક અવશય પહેરવું, સોસીયલ ડિસ્ટન્સ નું પાલન કરવું, કામ વગર ઘરની બહાર નીકળવું નહીં, જાહેર સ્થળોએ મેળાવડા કરી ભીડ એકત્રિત કરવી નહીં, સામાજીક પ્રસંગોમાં મર્યાદિત લોકોએ જ હાજર રહેવું જેવા મહત્વના આદેશો આપતી સરકારની ગાઈડલાઈન નું પાલન કરવા સમજણ અપાઈ હતી.

આ જનજાગૃતિ અભિયાનમાં નબીપુરના પી.એસ.આઈ. એ. કે. જાડેજા પોતાના સ્ટાફ સાતે હાજર રહયા હતા. પી. એસ.આઈ. એ.કે.જાડેજાએ પ્રજાને અપીલ કરી હતી કે સમાજમાં પ્રજા અને પોલીસ એકબીજાના મિત્રો છે અને પોલીસે પ્રજાની સ્વાસ્થ્ય અંગેની જવાબદારી ઉપાડી છે તો પ્રજાએ પણ આદેશોનું પાલન કરી પોલીસના આ અભિયન મા સંપૂર્ણ સાથ સહકાર આપવાની ફરજ બને છે. પી. એસ. આઈ. એ.કે.જાડેજા અને પોલીસ સ્ટાફે પ્રજા તરફથી હકારાત્મક સહયોગ મળશે તેવો આશાવાદ જગાવ્યો હતો અને આ પોલીસ સ્ટેશન ના વિસ્તારની પ્રજા પણ પોલીસના આ અભિયાન થી ખૂબજ હકારાત્મક જણાય છે.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

 

Related posts

આમોદ: કોરોના મૃતકોના પરિવારને ૪ લાખનું વળતર ચૂકવવા મામલતદાર કચેરીએ કોંગ્રેસનું આવેદનપત્ર.

bharuchexpress

નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા મુકવામાં આવેલ નિયંત્રણો લંબાવાયા

bharuchexpress

બે ઇસમો બંદૂક અને ધારદાર હથિયાર લઇને ધસી આવ્યા હતા દુકાનમાં…. પછી જુઓ શું થયું

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़