Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

વાગરા : પિસાદ ગામમાં તળાવનું ખોદકામ કરવા જઈ રહેલ જેસીબીને ગ્રામજનોએ અટકાવતા વિવાદ

વાગરા તાલુકાના પિસાદ ગામમાં ગ્રામપંચાયતની જગ્યામાં તળાવ ખોદવાનું કામ શરૂ થતાં ગ્રામજનોએ એકઠા થઇ કામ અટકાવ્યું હતું.

વીતેલા દિવસના બપોરના સમયે પિસાદ ગામની સીમમાં આવેલ મુખ્ય તળાવની બાજુની જગ્યામાં વેલકમ અર્થ મૂવર્સ દ્વારા ખોદકામની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે ખોદકામ શરૂ થાય તે પહેલાં ગામના નવનિયુક્ત સરપંચ સહિત ગામના લોકોએ સ્થળ પર એકઠા થઈ કામગીરી અટકાવી દીધી હતી અને ખોદકામ નહિ કરવા દેવાની ચીમકી આપી હતી. ગ્રામ પંચાયતનાં નવનિયુક્ત તેમજ વર્તમાન બંને સરપંચોએ આ ખોદકામનો વિરોધ કરી કામગીરી અટકાવી છે. તેમનું કહેવું છે કે, જે જમીન ખોદવાની મંજૂરી આપી છે તે જમીન પર આવાસ બનાવવાની યોજના છે. અને ખોદવા માટેનો કોઈ ઠરાવ પંચાયત દ્વારા આપવામાં આવ્યો નથી.

આ સમગ્ર વિવાદ ગ્રામ પંચાયતનાં ઠરાવને લઇને થયો હોવાનું સામે આવ્યું છે. એક તરફ જ્યાં સરપંચ સાબિત ગ્રામજનોનું કહેવું છે કે ઠરાવ થયો નથી તો બીજી તરફ કોન્ટ્રાકટર દ્વારા કલેકટર અને ખાણ ખનીજ વિભાગની મંજૂરી લેવામાં આવી છે. 20 હજાર મેટ્રિક ટન માટી ખોદવા માટેની મંજૂરી આપવામાં આવી છે. અને આ મંજૂરી માટે ઠરાવ જરૂરી છે જે રજૂ કરવામાં આવ્યું હોવાનું કોન્ટ્રાકટર દ્વારા જણાવાયું છે. જો કે, અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે, પંચાયત દ્વારા જો ઠરાવ નથી કરી આપવામાં આવ્યો તો પછી કલેકટર કચેરીમાંથી મંજૂરી કેવી રીતે મળી અને જો ઠરાવ કરાયો છે તો એ ઠરાવ કર્યા પછી પણ ગ્રામજનો કેમ વિરોધ કરી રહ્યા છે.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

મનુબર ગામની પાણીની સમસ્યાનો અંત

bharuchexpress

ભરૂચ જિલ્લામાં બે વર્ષ બાદ વાજતે ગાજતે દશામાની મૂર્તિ‌ની ઘેર-ઘેર પધરામણી

bharuchexpress

ભરૂચના હજીખાના બજારમાં આવેલી વર્ષો જૂની શ્રેયસ હાઈસ્કૂલની દીવાલ ધરાશાયી, શાળાને સીલ મરાયું

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़