



*અંકલેશ્વર નગરપાલિકા, અંક્લેશ્વર*
*હાલમાં કોરોના મહામારી ( Covid – 19 ) ની ચાલી રહેલ હોય સરકારશ્રીની મળેલ સીધી સુચના મુજબ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં વસતા દરેક નાગરિકોની સુરક્ષા જળવાય રહે અને લોકોમાં જાગૃકતા આવે એ માટે કુલ – ૦૪ ટીમો ની રચના કરેલ છે. જે જુદા જુદા વિસ્તારોમાં જઈ દરેક નાગરિકો દુકાનદારોને ફરજીયાત માસ્ક પહેરવા માટે જણાવશે. આ ટીમો દ્વારા જે લોકોએ માસ્ક પહેરેલ ન હશે તો તેવા ઈસમો પાસેથી સ્થળ ઉપર જ દંડ વસુલ કરવામાં આવશે.*
*આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તે પૈકીની સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રી રઘુવીરસિંહ મહીડા અને તેઓની સાથે ટીમમાં શ્રી પ્રજ્ઞેશ શુક્લ, શ્રી ભૂપેન્દ્ર પટેલ, શ્રી જીગર રાવલ, શ્રી જયેશ રાણા અને અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા સંયુક્ત અભિયાન રાખીને લોકોને માસ્ક પહેરવા અપીલ કરવા આવી અને જે ઈસમોએ માસ્ક પહેરેલ ન હોય તેવા લોકો પાસેથી દંડ સ્થળ ઉપર વસુલ કરવામાં આવેલ છે.*
*અંક્લેશ્વર શહેરના નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવેલ છે કે તમે પોતે અને તમારા પરિવારની સુરક્ષા માટે માસ્ક ફરજીયાત પહેરો, તમારા હાથને સેનેટરાઈઝ કરતા રહો તેમજ સોશ્યલ ડિસ્ટનસિંગનું અવશ્ય પાલન કરી શહેરને સ્વસ્થ રાખવા તમારો સહકાર આપો.*
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી