Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરૂચ ખાતે શિક્ષણ સહાયક તરીકે નિમણૂક પામેલાં ૬૫ જેટલા શિક્ષકોને પાંચ વર્ષ પૂર્ણ થતા મદદનીશ શિક્ષક તરીકેના નિયમિત પગાર ધોરણમાં સમાવવાના હુકમ એનાયત કરાયા

જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના વરદ હસ્તે પાંચ શિક્ષકોને હુકમો એનાયત કરાયા

ભરૂચ જિલ્લાની બિન સરકારી અનુદાનિત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વર્ષ-૨૦૧૬માં શિક્ષણ સહાયક તરીકે નિમણૂક પામેલાં ૬૫ જેટલા શિક્ષકોને પાંચ વર્ષ પૂર્ણ થતા મદદનીશ શિક્ષક તરીકેના નિયમિત પગાર ધોરણમાં સમાવવાના હુકમ આજરોજ ૬૫ માંથી ૫ જેટલાં શિક્ષકોને કલેકટર તુષાર સુમેરા તેમજ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના હસ્તે કલેકટર કચેરી ખાતે હુકમો આપવામાં આવ્યા હતાં. આ તબક્કે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ મદદનીશ શિક્ષક તરીકે નિયમિત પગારધોરણમાં સમાવેશ થયેલ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી પોતાનો શિક્ષકધર્મ બજાવવા અને વિદ્યાર્થીઓના હિતમાં કામ કરવા અનુરોધ કર્યો હતો. ત્યારબાદ ધી ભરૂચ-નર્મદા માધ્યમિક શિક્ષકોની ક્રેડિટ સોસાયટી, ભરૂચ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાના હસ્તે આપવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા માધ્યમિક આચાર્ય સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, વહીવટી સંઘના પ્રમુખઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ સહાયકોમાંથી ત્રણ જેટલા શિક્ષણ સહાયકોએ પોતાના પાંચ વર્ષના અનુભવ રજૂ કર્યા હતાં. એક શિક્ષણ સહાયકે ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ સહાયક તરીકે જોડાયા પહેલા પોતે દસ વર્ષ ખાનગી શાળામાં નોકરી કરી લાંબી પ્રતિક્ષા બાદ સરકારી નોકરી મેળવ્યાનો રાજીપો પણ વ્યક્ત કર્યો હતો. ૬૫ જેટલા શિક્ષકોને એક સાથે પુરા પગારના હુકમ પારદર્શી પ્રક્રિયા દ્વારા કેમ્પ કરી મળે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અગાઉથી સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ હતી.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચના વોર્ડ નંબર-૩માં આવેલી લક્ષ્મી નારાયણ સોસાયટીમાં નવી ગટર છલકાઈ

bharuchexpress

ભરૂચ : બાવા રેહાન વિસ્તારમાં મકાનના બાંધકામ દરમિયાન બની ચમત્કારિક ઘટના

bharuchexpress

કોંગી નેતા અધિર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિને રાષ્ટ્રપત્ની તરીકે સંબોધીત કરતા ભારે રોષ, ભરૂચ જિલ્લા ભાજપે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़