Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરુચ: સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અંતર્ગત મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિની વિગત જાહેર કરાઈ

ભારત ચૂંટણીપંચ દ્વારા તા.૦૧ જાન્યુઆરી-૨૦૨૨ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરતાં યુવા નાગરિકો માટે તા.૦૧ નવેમ્બર થી તા.૫ ડિસેમ્બર સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરેલ હતું. જે ફોટાવાળી મતદારયાદીની પ્રસિધ્ધી તા.૫ જાન્યુઆરીના રોજ જિલ્લાના નિર્દિષ્ટ મતદાન મથકોએ, મદદનીશ મતદાઅર નોંધણી અધિકારીની કચેરી અને મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે કરવામાં આવેલ છે. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાના આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન મતદારયાદીમાં કુલ ૩૮૪૬૯ મતદારો ઉમેરાયા, ૧૦૨૦૨ મતદારો કમી થયા તથા ૧૪૭૮૪ મતદારોના ઓળખકાર્ડમાં સુધારા-વધારા કરવામાં આવેલ છે. જેથી જિલ્લામાં પુરૂષ મતદારોની સંખ્યામાં ૧૩૩૦૩, સ્ત્રી મતદારોની સંખ્યામાં ૧૫૨૫૫ તથા અન્ય જાતિના ૦૩ મતદારો મળીને કુલ ૨૮૫૬૧ નો મતદારયાદીમાં ઉમેરો થવાથી જિલ્લાના મતદારોની સંખ્યા ૧૨૧૯૯૯૯ થી વધીને ૧૨૪૮૫૬૦ થયેલ છે.

ભરુચ જિલ્લામાં આ કાર્યક્રમ દરમ્યાન સૌથી વધુ મતદારો ૧૫૩-ભરૂચ વિધાનસભા મત વિભાગમાં ૭૪૯૦ નોંધાયેલ છે. મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમથી જિલ્લાનો જેન્ડર રેશિયો ૯૩૮ થી વધીને ૯૪૨ તથા ઈલેક્ટર પોપ્યુલેશન રેશિયો ૬૪.૯૭ થી વધીને ૬૬.૪૯ થયેલ છે એમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચ:પર્યાવરણ જાગૃતિ માટે લગાવેલ બોર્ડ ચર્ચાનું કેન્દ્ર બન્યો,ભરૂચ ની જગ્યાએ તંત્રએ ભરુત લખેલા બોર્ડ લગાવી દીધા..!

bharuchexpress

ભરૂચ ખાતે શિક્ષણ સહાયક તરીકે નિમણૂક પામેલાં ૬૫ જેટલા શિક્ષકોને પાંચ વર્ષ પૂર્ણ થતા મદદનીશ શિક્ષક તરીકેના નિયમિત પગાર ધોરણમાં સમાવવાના હુકમ એનાયત કરાયા

bharuchexpress

અંકલેશ્વર: ૬૦ વર્ષથી વધુ ઉંમરના વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ થયો

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़