Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

વલણ ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

કરજણ તાલુકાના વલણ ખાતે આવેલી હાઇસ્કૂલ ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. હાલ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સેવસેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત કરજણ ખાતે પણ સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યકમ યોજાયો હતો. આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં ચાર ગામોના ૧૮૦૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.

આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે માં અમૃત્તમ કાર્ડ, જાતિના દાખલા, વિધવા સહાય પેન્શન યોજના જેવી વિવિધ યોજનાઓનો લાભાર્થીઓએ લાભ લીધો હતો. કરજણના મામલતદાર એન.કે. પ્રજાપતિએ સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લોકો લાભ ઉઠાવે એ માટે અનુરોધ કર્યો હતો. સેવાસેતુ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રામ પંચાયત સત્તાધીશોએ ખૂબ સારી જહેમત ઉઠાવી હતી.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

 

Related posts

અંકલેશ્વર નગર પાલિકાએ દિવાળીનો પર્વને ધ્યાનમાં રાખી હસ્તી તળાવ વિસ્તારથી સાફ-સફાઈ અભિયાન હાથ ધર્યું

bharuchexpress

ભરુચ: પ્રાથમિક શાળા નંદેલાવ ખાતે સ્માર્ટ ટી.વી એનાયત કાર્યક્રમ નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલના હસ્તે યોજાયો હતો

bharuchexpress

ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૨થી દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़