



♦ભરૂચના માહિતી વિભાગના પટાંગણમાં પત્રકાર એકતા સંગઠનનો સ્નેહ મિલનનો કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયાની ઉપસ્થિતિમાં આજે શુક્રવારના રોજ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના પત્રકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. ત્યાર બાદ કોરોનામાં અવસાન પામેલા પત્રકારોને બે મિનિટનું મૌન પાળી ઉપસ્થિત સૌએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ પત્રકાર એકતા સંઘથનમાં પ્રદેશ પ્રમુખ તરીકે લાભુભાઈ કાત્રોડિયાની વરણી થતા સૌએ અભિનંદ પાઠવ્યા હતા. તેમજ જિલ્લા પ્રમુખ સહિત સંઘથનના હોદ્દેદારોએ તેઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. પત્રકાર એકતા સંઘથનના પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયાએ ઉપસ્થિત સર્વે પત્રકારોને પત્રકારત્વ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પત્રકારત્વને વધુ મજબૂત કરવાના અનેક સૂચનો પણ તેઓએ કર્યા હતા.
ભરુચ માહિતી કચેરી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આમોદ તેમજ વાગરા તાલુકાની કારોબારીની રચના કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકામાં પ્રમુખ પદે જકવાન જાલ તેમજ ઉપ-પ્રમુખ તરીકે પ્રશાંત પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તેમજ વાગરા તાલુકામાં પ્રમુખ પદે નઈમ દિવાન તેમજ ઉપ-પ્રમુખ તરીકે સૈફ અલી ભટ્ટીની સર્વાનુમતે વરણી કરાઈ હતી. ઉપસ્થિત પત્રકારો દ્વારા નવા નિમાયેલા પ્રમુખોને પુષ્પગુચ્છ આપી અભિનંદ પાઠવવામાં આવ્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. અંતે બપોરનું ભોજન લઈ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી