



આમોદ તાલુકામાં આવેલી વાસણા પ્રાથમિક શાળામાં બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાળકોએ ઉત્સાહભેર ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો.બાળકોમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ આવે અને તેઓ પણ ભવિષ્યમાં લોકશાહી દેશમાં આગેવાન બની આગળ આવે તેવા શુભ આશયથી વાસણા પ્રાથમિક શાળાના આચાર્ય મહંમદ હનીફ લુણશેઠ ના માર્ગદર્શન હેઠળ બાળ સસંદનું આયોજન થયું હતું.શાળાના બાળકોએ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ ‘મતદાન મારો અધિકાર’ ના હુંકાર સાથે ૧૦૦ ટકા મતદાન કર્યું હતું.શાળાના બાળકોમાં લોકશાહીના મૂલ્યોનું જતન થાય,લોકશાહીના આધાર સમાન ગુપ્ત મતદાનની પ્રક્રિયાથી બાળકોની સમજણ વિકસે અને મતદાતા તરીકે યોગ્ય ઉમેદવાર ચૂંટાય તે માટે બાળ સંસદનું આયોજન થયું હતું.આ ઉપરાંત શાળાના શિક્ષકોએ પણ બુથ લેવલની કામગીરી કરી બાળકોને ચૂંટણી પ્રક્રિયાથી પ્રોત્સાહીત કરી બાળ સસંદના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી