અંકલેશ્વર નગર પાલિકા અમારી પાસે પૈસા લેવા છતાં અમને જગા આપતી નથી તેવા મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.
હાલ અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તાર માં આવેલ ત્રણ રસ્તા સર્કલ પાસે આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ટોપલા લઈ બેસી શાકભાજી વેચતી મહિલાઓને હટાવવામાં આવ્યા હતા, જોકે શાકભાજી વેચતા તમામ લોકોને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કોઇ જગ્યા આપવામાં આવી નથી તેવી શાકભાજી વેચતા લોકો એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું, સ્થાનિકોના જણાવ્યા અનુસાર વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પણ કોઈપણ જાતની ટોપલા લઈ ને બેસતા શાકભાજી વાળા ને જગા આપવામાં આવી નથી, નગરપાલિકા દ્વારા છે શાકભાજી વેચવા માટે જગ્યા ફાળવવામાં આવી હતી તે જગ્યા ઉપર બેસવા માટે જગ્યા નથી એવું પણ શાકભાજી વેચતી મહિલાઓ એ જણાવ્યું હતું હાલ તો ટોપલા લઈને શાકભાજી વેચતી તમામ મહિલાઓને એક જ માગણી છે કે વહેલા ટકે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તેમને કોઈ જગ્યા ફાળવવામાં આવે, જોકે અંકલેશ્વર નગરપાલિકા ના પ્રમુખ સાથે ટેલિફોનિક વાતચીતમાં ટોપલા લઈ શાકભાજી વેંચતા લોકો ને અંદર ની સાઇટ જગ્યા ફાળવવામાં આવશે તેવું મીડિયાને જણાવ્યું હતું
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી