



ભરૂચ જિલ્લામાં વધતા જતા કોરોના ના કેસો ની વચ્ચે ૧૫ થી ૧૮ વર્ષની નાના બાળકોને વેક્સિનેશન નો પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે એના ચાલતા આજે મનુબર ગામમાં આવેલી યુવક મંડળ હાઇસ્કુલ માં વેકેશન દરમિયાન 3 વિદ્યાર્થીઓની તબિયત બગડતાં તંત્ર દોડતું થયું. વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ ની તબિયત બગડતાં 108 મારફતે ઈલાજ માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તો બીજી બાજુ વિદ્યાર્થીઓના પરિજનોને ખબર પડતાં હોસ્પિટલ પહોંચી હલ્લાબોલ કર્યો હતો, આજ ની આ ઘટના જોઇ વેક્સિનેશન ને લઇ વિદ્યાર્થીઓમાં પણ ભયનો માહોલ ઉભો થયો હતો,
બ્યુરો રિપોર્ટ શાહનવાજ મસાણી