ગુજરાત ઓટોરિક્ષા એસોસિએશન અને અન્ય ઓટોરીક્ષા એસોસિએશનની સરકારને ચીમકી
સાત દિવસના પોસ્ટર અભિયાન બાદ સી.એમ. કચેરીનો ઘેરાવો કરશે
પેટ્રોલિયમ પદાર્થોના ભાવમાં ઘરખમ વધારો જોવા મળ્યો છે ત્યારબાદ સી.એન.જી. ગેસમાં પણ તબક્કાવાર ભાવ વધારો નોંધાયો છે. જોકે અદાની સી.એન.જી. ગેસ પમ્પ પર ૨.૫ રૂપિયા સુધીનો નવા વર્ષથી અચાનક ભાવ વધી ગયો હતો. પરિણામે સી.એન.જી. ગેસના વધતા જતા ભાવોથી ઓટોરીક્ષા ચાલકો ઘીન્નાયા છે. અમદાવાદ રીક્ષા યુનિયન, ગુજરાત ઓટોરીક્ષા ફેડરેશનના હોદ્દેદારો તેમજ વડોદરા શહેર, જિલ્લાના ઓટોરીક્ષા એસોસિએશન હોદ્દેદારો તેમજ અન્ય ઓટોરીક્ષા યુનિયનો એક મંચ પર આવી સી.એન.જી. ના વધતા ભાવો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ અદાની કંપનીના આકરા વલણ ઉપર સરકાર લગામ લગાવે અને તમામ ભાવવધારા પાછા ખેંચવા માટેની રજૂઆતો કરી છે. સી.એન.જી. ગેસને જી.એસ.ટી. ટેક્સના દાયરામાં લાવવવામાં આવે અથવા તો ઓટોરીક્ષા ચાલકો માટે સી.એન.જી. ગેસમાં સબસીડી આપવામાં આવે જેવી માંગો કરી છે. સાથે જ હોદ્દેદારોએ જણાવ્યું હતું કે સી.એન.જી. ગેસમાં ભાવ વધારાથી આખરે તો મુસાફરોને માથે બોજ પડશે અને એકંદરે દરેકને નુકશાન છે. કોરોના મહામારી સમયે કોઈપણ જાતના ભાવવધારા દરેક માટે નુકશાનકારણ છે. જેથી આવા ભાવ વધારા પાછા ખેંચવામાં આવે નહીં તો સાત દિવસ બાદ રાજ્ય મુખ્યમંત્રીની કેચેરી પાસે જ ઓટોરીક્ષા ચાલકો મોટી સાંખ્યામાં ભેગામળી અચોક્કસ મુદ્દતના ઉપવાસ પર ઉતરી જશે. જોકે સાત દિવસ પૂરતો સરકારને સી.એન.જી.ના ભાવ વધારા પાછા ખેંચવા માટે સમય આપવામાં આવે છે અને ઓટોરીક્ષા પાછળ પોસ્ટર કેમ્પઇન પણ ચલાવવામાં આવનાર છે. ગુજરાત ઓટોરીક્ષા ફેડરેશનના પ્રમુખ જેન્તીભાઈ પ્રજાપતિ, શહીદ મકરાણી, જય ભારત ઓટોરીક્ષા એસોસિએશનના ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ આબિદ મિર્ઝા, રાજ સિરકે બિલાલ પરમાર સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ન્યુ વી.આઈ.પી. રોડ, વડોદરા ખાતે ભેગા થયા હતા.
બ્યુરો રિપોર્ટ શાહનવાજ મસાણી