Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

પેપર લીક કૌભાંડ પ્રકરણમાં વિરોધ કરી રહેલા આપના કાર્યકરોની પોલીસે ધરપકડ કરી

ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક થવા મામલે રાજ્યમાં અત્યારે ભારે વિરોધ ચાલી રહ્યો છે. જેનાં સંદર્ભે પેપર લીકેજ કૌભાંડ પ્રકરણના વિરોધમાં ભરૂચ ખાતે આમ આદમી પાર્ટીના ધરણા પ્રદર્શન અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સૂત્રોચારો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ જયેન્દ્ર્સિંહ રાજ મહિલા પ્રમુખ ઉર્મી બેન વનાળી સહીતના આગેવાનો કાર્યકરોએ પેપર લીક પ્રકરણનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. આપના જણાવ્યા અનુસાર ફાર્મ હાઉસમાં સાબરકાંઠાના ૧૬ ઉમેદવારોની પાસેથી વ્યક્તિ દીઠ ૧૨ લાખ રૂપિયા લઇ રાત્રે નવ વાગ્યે પેપર હાથમાં આપ્યાં હતાં. તે સાથે કેટલાંક સોલ્યુશનના પુસ્તકો આપી તેમાંથી જવાબ પણ શોધી લેવાયાં હતાં. પરંતુ ૨૦૦ માંથી અમુક પ્રશ્નોના જવાબ ન મળતાં કેટલાંક ભરતી પરીક્ષાના ટ્રેઇનરોને બોલાવીને તેમના થકી બાકીના પ્રશ્નો સોલ્વ કરાયાં હતાં. પેપર લીક કાંડ બાદ ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનામાની પણ આમ આદમી પાર્ટીએ ભારે આક્રોશ સાથે જિલ્લા કલેકટરને આવેદન આપી માંગ કરી હતી. ભરૂચ ખાતે આવેદન આપ્યા બાદ કલેકટરાલય બહાર આમ આદમી પાર્ટીએ આ મામલે સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરીને અસિત વોરાને હટાવવાની માંગ કરી હતી. જોકે વિરોધ કરી રહેલા આપના કાર્યકરોને એ ડિવિઝન પોલીસે અટકાયતમાં લીધા હતા. લોકશાહી દેશમાં સરકારની કામગીરીનો વિરોધ પણ ન કરી શકાય પણ આપની પાર્ટીના આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ જયેન્દ્રસિંહ રાજ પ્રદેશ મહિલા પ્રમુખ ઉર્મી બેનવનાણી જીલ્લા મહામંત્રી પિયુષ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ નિશાબેન, જિલ્લા ઉપપ્રમુખ મુન્નાભાઇ ભરૂચ શહેર પ્રમુખ ગોપાલ રાણા, ભરૂચ શહેર મહામંત્રી ભાવેશ નાયક ભરૂચ શહેરના લઘુમતી મોરચા પ્રમુખ ઝફર શૈખ, આમોદ તાલુકા યુવા પ્રમુખ ઝાકીર રંગુની તેમજ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી એકવાર વિરોધ નોંધાવી આગામી સમયે નવા કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી  ભરૂચ

Related posts

કેવડિયામાં પીએમના પોસ્ટર્સની સુરક્ષા માટે હોમગાર્ડસ મૂકાયાં

bharuchexpress

ભરુચ: ધાર્મિક તહેવારો દરમિયાન શહેરમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની માંગ સાથે વિપક્ષના સભ્યોએ પાલિકાના મુખ્ય અધિકારીને કરી રજુઆત..

bharuchexpress

ભરૂચ: વેલેન્ટાઇન ડે નો બહિષ્કાર કરી માતૃ પિતૃ પૂજન દિવસ ઉજવવા યોગ વેદાંત સમિતિ ભરૂચ દ્વારા અનુરોધ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़