Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરૂચ જિલ્લાના.. વાગરા તાલુકાના પીપળીયા ગામમા યુવાઓની સરકાર, બન્યો 22 વર્ષ નો સરપંચ.. ફરહાન ફિરોજ ડેલાવાળા

વાગરા તાલુકાના પીપળીયા ગામે ગત 19 તારીખ નાં રોજ પીપળીયા ગામના કુલ 8 વોર્ડની ચૂંટણી યોજાઈ હતી જેમાં 16 સભ્યો અને 2 સરપંચ એમ કુલ મળી 16 લોકો દ્રારા ઉમેદવારી નોંધાવી હતી, જેનું પરીણામ ગત રોજ જાહેર થયું હતા જેમાં પીપળીયા ગામની એકતા પેનલનો 557 વોટ થી ભવ્ય વિજય થયો થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા તાલુકાના પીપળીયા ગામે યુવાનો દ્વારા એકતા પેનલ ઊભી કરવામાં આવી હતી જેના મુખ્ય સંયોજક ડેલાવાળા ફેમિલી જોરદાર સપોર્ટ કરવામા આવ્યો હતો અને ઘરે ઘરે જઈ લોકોની મુલાકાત કરવામા આવી હતી જેથી લોકોનો પણ સારો એવો સાથ સહકાર મળ્યો હતો.

ચૂંટણી પુર્ણ થયાં બાદ ગત રોજ ચૂંટણી નું પરીણામ જાહેર થતાં પીપળીયા ગામની એકતા પેનલના 16 સભ્ય પૈકી 7 સભ્યો અને તેની સાથે સરપંચ ફરહાન ફિરોજ દેલવાડા 557 વોટ થી વિજેતા જાહેર થતા ગામ લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને ગામ લોકોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

અંકલેશ્વર: ૬૦ વર્ષથી વધુ ઉંમરના વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ થયો

bharuchexpress

લંડનના સાઉથવાર્ક રેલવે સ્ટેશન પર ભીષણ આગ લાગવાની ઘટના બની

bharuchexpress

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ભરૂચ તથા જન શિક્ષણ સંસ્થાન ભરૂચના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ અંતર્ગત પોસ્ટર મેકીંગ સ્પર્ધાનાં કાર્યક્રમો યોજાયા

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़