આમોદ તાલુકાના આછોદ ગામે ગત 19 તારીખ નાં રોજ આછોદ ગામના કુલ 12 વોર્ડની ચૂંટણી યોજાઈ હતી જેમાં 24 સભ્યો અને 2 સરપંચ એમ કુલ મળી 26 લોકો દ્રારા ઉમેદવારી નોંધાવી હતી, જેનું પરીણામ ગત રોજ જાહેર થયું હતા જેમાં આછોદ ગામની યુથ વિંગ પેનલનો ભવ્ય વિજય થયો થયો હતો.
- Home
- Breaking News
- આછોદ ગામમા યુવાઓની સરકાર, બન્યો 24 વર્ષ નો સરપંચ. આમોદ તાલુકાના આછોદ ગામે ગત 19 તારીખ નાં રોજ આછોદ ગામના કુલ 12 વોર્ડની ચૂંટણી યોજાઈ હતી જેમાં 24 સભ્યો અને 2 સરપંચ એમ કુલ મળી 26 લોકો દ્રારા ઉમેદવારી નોંધાવી હતી, જેનું પરીણામ ગત રોજ જાહેર થયું હતા જેમાં આછોદ ગામની યુથ વિંગ પેનલનો ભવ્ય વિજય થયો થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના આછોદ ગામે યુવાનો દ્વારા યુથ વિંગ પેનલ ઊભી કરવામાં આવી હતી જેના મુખ્ય સંયોજક કાપડીયા ફેમિલી દ્રારા જોરદાર સપોર્ટ કરવામા આવ્યો હતો અને ઘરે ઘરે જઈ લોકોની મુલાકાત કરવામા આવી હતી જેથી લોકોનો પણ સારો એવો સાથ સહકાર મળ્યો હતો. ચૂંટણી પુર્ણ થયાં બાદ ગત રોજ ચૂંટણી નું પરીણામ જાહેર થતાં આછોદ ગામની યુથ વિંગ પેનલના 12 સભ્ય પૈકી 7 સભ્યો અને તેની સાથે સરપંચ વિજેતા જાહેર થતા ગામ લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને ગામ લોકોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.