Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

વડાપ્રધાનશ્રીનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે સૌએ નિહાળ્યો

ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કૃષિ પ્રિ – વાઇબ્રન્ટ સમિત યોજવામાં આવી છે. જેના ઉપક્રમે આજે નેશનલ ફાર્મિંગ અંગેના નેશનલ કોન્કલેવનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વચ્યુઅલ ઉપસ્થિતિમાં આણંદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રિ-વાયબ્રન્ટ હેઠળ નેશનલ ફાર્મિંગ અંગેના નેશનલ કોન્કલેવ અંતર્ગત ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે નાયબ મુખ્ય દંડકશ્રી અને ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ વેળાએ જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરી, નગરપાલિકાના પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોની આવકમાં વધારો કરવા અને તેમના વિકાસ થકી જ સમાજના દરેક વર્ગનો વિકાસ જોડાયેલો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી પદના કાર્યક્રમ દરમિયાન રાજ્યના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે રાજ્યભરમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવીને ખેતીક્ષેત્રે આમુલ પરિવર્તન આવ્યું છે. તેમણે ખેડૂતોને ખેત ઉત્પાદનમાં બિનજરૂરી ખાતરો, દવાઓ, બિયારણોનો વધુ પડતો ઉપયોગ ટાળીને પ્રાકૃત્તિક ખેત પદ્ધતિ અપનાવવાનો અનુરોધ કર્યો હતો.

આ કોન્કલેવ અંતર્ગત માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વચ્યુઅલી દેશના તમામ ખેડૂતોને સંબોધન કર્યું હતું અને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું તથા માન.રાજ્યપાલશ્રી, માન.મુખ્યમંત્રીશ્રી માન.કેન્દ્રીય મંત્રીશ્રીઓ તથા રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતમાં રાજ્યકક્ષાનું કાર્યક્રમ યોજાયો હતો અને પ્રાકૃત્તિક ખેતી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પ્રવિણ રાંકે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી અને પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદા વિશે ઉપસ્થિત ખેડૂતોને માહિતગાર કર્યા હતી. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જીગર ભટ્ટએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં ખેતીવાડી ખાતાના વિવિધ વિભાગના અધિકારીગણ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો રીપોર્ટ ભરૂચ

Related posts

ભરુચ: લગભગ 2 વર્ષના લાંબા સમયગાળા બાદ નબીપુરમાં આંગણવાડીઓમાં નાના ભૂલકાઓની કિલિયારીઓ ગુંજી ઉઠી

bharuchexpress

કેવડિયાની 600 એકર પથરાળ જમીનમાં ખીલ્યાં 112 પ્રજાતિનાં 14 લાખથી વધુ ફૂલ

bharuchexpress

પાણીની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તી મળે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છેઃ -: નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़