ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં લોકોને ઘરઆંગણે કોવિદ વેક્સીન મળી રહે અને શહેરના તમામ લોકોનું વેક્સિનેશન થાય તે માટે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, તાલુકા આરોગ્ય વિભાગ અને નગર પાલિકા ના સંયુક્ત ઉપક્રમે ડોર ટુ ડોર મોબાઈલ વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહી મોબાઈલવાનને પ્રસ્થાન કરાવ્યું હતું.
અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ, નગર પાલિકા અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ના સંયુક્ત ઉપક્રમે લોકોને ઘર આંગણે કોવિડ વેક્સીન મળી રહે અને ૧૦૦ ટકા વેક્સિનેશન થાય તે માટે એક ભગીરથ કાર્ય દ્વારા ડોર ટુ ડોર વેક્સિનેશન મોબાઈલવાન દ્વારા કોવિદ વેક્સીનેશન અભિયાન હાથ ધર્યું હતું.
આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી રમેશભાઈ ભગોરા, નગરપાલિકા પ્રમુખશ્રી વિનયભાઈ વસાવા, તાલુકા આરોગ્ય અધિકારી સુશાંત કઠોરવાલા, રોટરી ક્લબના જીગ્નેશ પટેલ અને અશોક પંજવાણી સહિત આરોગ્ય વિભાગનો સ્ટાફ અને નગર પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી