



ભરૂચ જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ માહિતી નિયામક શ્રી અનિલ એસ.બારોટ તા.૩૦/૧૧/૨૦૨૧ના રોજ વયનિવૃત્ત થતાં તેમને ભરૂચ માહિતી પરિવાર દ્વારા શાલ ઓઢાડી, શ્રીફળ આપીને, ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
શ્રી એ.એસ.બારોટ ભરૂચ ખાતે છેલ્લા બે વર્ષથી નાયબ માહિતી નિયામક તરીકે સેવા બજાવતા હતા. તેમણે ભરૂચ ખાતે તેમની કામગીરી થકી સારી લોકચાહના મેળવી હતી. માહિતી વિભાગની મીડિયા સંલગ્ન કામગીરી કરવાની હોય છે. તેમણે સારી રીતે ફરજ બજાવી હતી
શ્રી એ.એસ.બારોટે તેમની સેવાકાળ દરમિયાનના પોતાના અનુભવો વર્ણવી કચેરીના તમામ કર્મચારીઓને તેમની ફરજ નિષ્ઠાથી બજાવવાની સાથે પોતાની કામગીરી સમયસર પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો અને બે વર્ષના સમય દરમિયાન મળેલા સાથ અને સહકારને તેઓ ભુલી શકશે નહિ તેમ જણાવ્યું હતું.
જિલ્લા માહિતી કચેરી ખાતે યોજાયેલ નિવૃતિ વિદાય સમારોહ અવસરે સહાયક માહિતી નિયામક શ્રી એસ.આર.પટેલ, અધિક્ષક બી.કે.વસાવા, ઓપરેટરશ્રી વસંત સોજીત્રા, જુનિયર કલાર્ક શ્રી આશિષ રાણા, ફેલોશ્રી મોઇસ શેખ, શ્રી ગૌરાંગ દત્ત, પટાવાળાશ્રી કે.આર.મકવાણા અને જગદીશભાઈ રાણા, નિવૃત સુપરવાઈઝરશ્રી સી.ડી.સોની સહિત માહિતી પરિવાર દ્વારા તેમનું નિવૃતમય જીવન સુખમય અને નિરામય પસાર થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી