આછોદ ગામ પંચાયત ની ચૂંટણીમાં આછોદ યુથ વિંગ પેનલ એ આછોદ ગામ પંચાયત ના સરપંચ સહિત સભ્યોએ આછોદ માંગે પરિવર્તન અને આછોદ માંગે યુવા નેતૃત્વ ના નારા સાથે આમોદ તાલુકા પંચાયત કચેરી એ પોતાની ઉમેદવાર નોંધાવી.
હાલમાં સમગ્ર જિલ્લામાં ગામ પાંચયત એલેક્સનનો જંગ જામ્યો છે ત્યારે આજરોજ આમોદ તાલુકાના આછોદ ગામ પંચાયત માટે આજે આમોદ યુથ વિંગ પેનલના સભ્યો એ પોતાની ઉમેદવારી નોંધાવી જે દરમિયાન સભ્યો તથા સરપંચ નો ઉત્સાહ વધારવા માટે આછોદ ગામ માંથી ટોરે તોરા ઉમટી પડ્યા હતા અને જીતના ઉત્સાહ અને ઉમંગ સાથે પોતાની ઉમેદવારી નોંધાવી.
આછોદ ગામ પંચાયત ના 12 સભ્યો તથા સરપંચ સહિત નો તમામ બેઠકો ઉપર યુથ વિંગ પેનલ એ પોતાની ઉમેદવારી નોંધાવી જે દરમિયાન આમોદ તાલુકા પંચાયત કૉંગ્રેસ સમિતિના સદસ્ય સહિત મોટી સંખ્યામાં આછોદ ગામના લોકો હાજર રહ્યા હતા તથા મીડિયા સંબોધન માં પેનલના મુખ્ય ઉમેદવાર જકવાન જાલ એ જણાવ્યું હતું કે ગામલોકો ની દુઆઓ સાથે છે અને હવે ગામ યુવા ચેહરા જોવા માંગે છે અને જો અમારી પંચાયત બનશે તો ગામની તમામ સમસ્યાઓ દૂર કરીશુ.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી