અંકલેશ્વરની પ્રતિન ચોકડી સ્થિત ભૂખ્યાને ભોજન સેન્ટર ખાતે મર્હૂમ અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભૂખ્યાઓને ભોજન કરાવ્યુ હતું.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ મર્હૂમ અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અંકલેશ્વરમાં ઘણાં લાંબા સમયથી નિયમિત ભૂખ્યાને ભોજન સેન્ટર ખાતે ભૂખ્યાઓને ભોજન આપવામાં આવે છે ત્યારે અહેમદ પટેલની પુત્રી મુમતાજ પટેલ સહિતના આગેવાનોએ અંકલેશ્વરની પ્રતિન ચોકડીમાં ચાલતા ભૂખ્યાને ભોજન સેન્ટર ખાતે ભૂખ્યાઓને ભોજન કરાવ્યુ હતું.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી