જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા લાંચરૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની બેઠક કલેકટર કચેરીની વીસી રૂમમાં મળી હતી.
બેઠકમાં કલેકટરશ્રીએ તકેદારી આયોગ તરફથી મળતી અરજીઓનો નિકાલ કરવા અંગેની વિગતવાર માહિતી જાણી. તેમણે હકારાત્મક અભિગમ દાખવી સિસ્ટમમાં રહી પારદર્શક રીતે કાર્યવાહી કરવા ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરી, નિવાસી અધિક કલેકટરશ્રી જે.ડી.પટેલ, ડીવાયએસપીશ્રી સહિત અમલીકરણ અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી