



દારૂના બુટલેગરો હવે દારૂની ડિલિવરી હવે ડાર્ક પાર્સલમાં કરે તો નવાઈ નહિ. આ વાતને સાર્થક કરતા બુટલેગરનો આ કીમિયો ને ઉઘાડો અંકલેશ્વર શહેર પોલીસે કર્યો હતો. અને અંસાર માર્કેટ નજીક ડાર્ક પાર્સલની આડમાં લઇ જવાતો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો હતો. શહેર પોલીસે અમદાવાદ ના બે ઈસમોની ધરપકડ કરી હતી. જયારે અંકલેશ્વર નો એક બુટલેગર વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ટેમ્પો અને ઈંગ્લીશ દારૂ મળી રૂપિયા 7.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
અંકલેશ્વર શહેર પોલીસ ને સુરત તરફથી ડાક પાર્સલ ટ્રાન્સપોર્ટના આયશર ટેમ્પામાં પાર્સલની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી હ્યુમન ઈન્ટેલિજન્સ માંથી મળી હતી. જે માહિતી આધારે આધારે શહેર પોલીસે નેશનલ હાઇવે પર અંસાર માર્કેટ પાસેના સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી તપાસ કરતા અલગ અલગ પાર્સલ ની આડ માંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ટેમ્પા સવાર અમદાવાદ ના ફિરોજખાન ફરીદ ખાન પઠાણ અને મયુદ્દીન કરામત અલી ફકીર ની ધરપકડ કરી હતી જયારે અંકલેશ્વરનો લખન નામનો શખ્સ ફરાર થઇ ગયો હતો શહેર પોલીસે રૂપિયા 56 હજારના ઈંગ્લીશ દારૂનો જથ્થો અને 7 લાખનો આઇસર ટેમ્પો મળી કુલ 7.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને લખન નામના બુટલેગર ને ઝડપી પાડવાની કવાયત આરંભી હતી.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી