નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા સેજાના રેવન્યુ તલાટી વર્ગ-3 ને ગામના એક જાગૃત નાગરિકે પોતાના માતાજી મરણ ગયેલ હોય તેમ જમીનના 7/12 તથા 8-અ માંથી તેઓનું નામ કમી કરી આપવાના અવેજ પેટે આ મહિલા તલાટીએ પ્રથમ 1000 ની માંગણી કરેલ જે લાંચના રૂપિયા ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.
જે ફરિયાદ અનુસાર રાજપીપલા ACB પી.આઇ બી.ડી.રાઠવા અને તેમની ટીમે લાંચના છટકાનું આયોજન કરતા આ તલાટી નિમિષા રાવત નો ફરિયાદી એ કોન્ટેકટ કરતા રાજપીપલા મામલતદાર કચેરી ખાતે હોવાનું જણાવી ફરિયાદી પાસેથી 1000 ની લાંચની માંગણી પ્રમાણે રોકડ રકમ સ્વીકારતા ACB ના હાથે ઝડપાઇ ગયા મહિલા તલાટી ને ઝડપી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ હવે આગળનું તાપસ વડોદરા ના મદદનીશ નિયામક એસ.એ.ગઢવી કરી રહ્યા છે.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી