Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચમાં ઠારની ખડીકીમાં બે જર્જરિત મકાન ધરાશાયી, 3નો આબાદ બચાવ

જૂના ભરૂચના લલ્લુભાઈ ચકલા નજીક આવેલ ઠારની ખડકીમાં મહાદેવ મંદિર સામે મકાન નંબર બી-13 થી 15 આવેલા છે. જેમાં એક મકાનમાં રહેતા નવીન જાદવે પોતાનું નવું મકાન બાંધવા વર્ષો જૂના મકાનને ઉતરાવા કામગીરી છેલ્લા એક અઠવાડીયાથી શરૂ કરી હતી. મંગળવારે મોડી સાંજે પણ મજૂરો કામ પૂરૂ કરી ગયાના અડધો કલાક બાદ અચાનક ધડાકાભેર તેમના મકાનને અડીને આવેલ એક મકાનની છત અને બાજુના મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી.
આ ઘટનામાં બાજુમાં જ રહેતા જીગર કાયસ્થના મકાનમાં તેમની માતા ભાવના, પત્ની હિના તથા પુત્રી નિત્યા ઘરમાં દબાયા હતા. અચાનક ધડાકાના પગલે આસપાસના સ્થાનીકો દોડી આવ્યા હતા અને ઘરમાં ફસાયેલા ત્રણેવને હેમખેમ બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ નગર પાલિકા ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમ સહિત 108 અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
સલામતીના ભાગરૂપે વિસ્તારનો વિજપૂરવઠો કટ કર્યો હતો. જોતજોતામાં જુના ભરૂચમાં લોકટોળા એકત્રીત થયા હતા. સ્થાનીક કોર્પોરેટર ચિરાગ ભટ્ટ અને માજી કોર્પોરેટર રાજેશ ચોહાણ સહિતના ભાજપના અગેવાનો પણ દોડી આવી બચાવ થયેલા ઘરના સભ્યોને સાંન્તવના પાઠવી હતી.

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચની પીઝા શોપમાં ગ્રાહકે સૂપ તીખું હોવાની ફરિયાદ કરી તો મેનેજર સહિતના કર્મચારીઓએ માર માર્યો, મેનેજરે પણ ફરિયાદ કરી

bharuchexpress

નેત્રંગના કબીર ગામમાં તસ્કરોએ ખેડૂતના ઘરને નિશાન બનાવ્યું, તલનું વેચાણના મળેલા 1.93 લાખ રૂપિયા ઉઠાવી ગયા

bharuchexpress

અંકલેશ્વરની સજોદ સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્યએ આત્મહત્યા કર્યાનો પીએમ રિપોર્ટમાં ખુલાસો…..

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़