Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરૂચના માંચ ગામ પાસેથી મહાકાય અજગર રેસ્કયુ કરાયો, રેસ્ક્યુ કરાયેલા મહાકાય અજગરને સલામત સ્થળે મુક્ત કરાયો હતો…

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા ભરૂચના માંચ ગામ પાસેથી એક નવ ફુટ લાંબા મહાકાય અજગરને મુબારક પટેલે રેસ્કયુ કરી સલામત સ્થળે મુક્ત કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર માંચ ગામ નજીક એક અજગર નજરે પડતા જેની જાણ એક વાહન ચાલકે નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના મુબારક પટેલને કરતા તેઓ હાઇવે પર પહોંચી ગયા હતા.

મુબારક પટેલે વન વિભાગ અધિકારીના માર્ગદર્શન હેઠળ અજગરને રેસ્કયુ કર્યો હતો. અજગરને રેસ્કયુ કરાયા બાદ પર્યાવરણમાં મુક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પણ વરેડિયા ગામ નજીક કોઈ અજાણ્યા વાહનની અડફેટે આવી ઇજાગ્રસ્ત થયેલા સાપને મુબારક પટેલે રેસ્ક્યુ કરી સારવાર પ્રદાન કરી એક સરાહનીય કાર્ય કર્યું હતું. મુબારક પટેલ દ્વારા અવારનવાર જાહેર માર્ગ તેમજ ખેતરોમાં દેખા દેતા સાપ તથા અન્ય જીવોને રેસ્કયુ કરી જીવ બચાવી એક સરાહનીય કાર્ય કરી રહ્યા છે…

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચ એલ સી બી ટીમ ની સરાહનીય કામગીરી

bharuchexpress

ભરુચ: જય ભારત ઓટોરીક્ષા એસોસિએશન, ભરૂચના નવા પ્રમુખ તરીકે આબિદ મિર્ઝાની સર્વાનુમતે વરણી કરાઈ.

bharuchexpress

જંબુસરના અણખી ગામની દૂધડેરીમાં દૂધની ગુણવત્તા તપાસવા મુદ્દે થઈ મારામારી, એક વ્યક્તિને ગંભીર ઇજાઓ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़