Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

દેશની આઝાદી વિશે કથિત નિવેદન આપનાર બોલિવુડની અભિનેત્રી કંગના રાણાવત વિરુદ્ધ ફરિયાદ નોંધવા માંગ કરાઈ…

બોલિવુડની અભિનેત્રી કંગના રાણાવત કે જેણે દેશને ખરી આઝાદી ૨૦૧૪ પછી મળેલી અને ૨૦૧૪ પહેલા મળેલી આઝાદી ભીખમાં મળી હતી. તે બાબતે કંગના રાણાવતે સોશ્યલ મીડિયામાં કથિત પોસ્ટ વાઇરલ કરી તેના ખૂબ જ ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. કંગના રાણાવત વિરુદ્ધ વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ તેમજ કરજણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ફરિયાદ દાખલ કરવા કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર ને અરજી આપી રજુઆત કરવામાં આવી હતી. મીડિયા સમક્ષ નિવેદનમાં વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ ના અઘ્યક્ષા લતા બેન સોનીએ જણાવ્યું હતું કે કંગના રાણાવતે જે કથિત નિવેદન આપ્યું કે ખરા અર્થમાં દેશને ૨૦૧૪ માં આઝાદી મળી છે.

 

 

 

૧૯૪૭ માં દેશને આઝાદી મહાત્મા ગાંધીજીએ અપાવી હતી. તો કંગના રાણાવતે ગાંધીજી વિશે જે કથિત નિવેદન આપ્યું છે. તો કંગના રાણાવત વિરૂધ્ધ દેશદ્રોહનો ગુનો દાખલ કરવા વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ તેમજ કરજણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરજણ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટરને આવેદનપત્ર પાઠવી માંગ કરી હતી. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અજિતસિંહ ચાવડા, વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ અધ્યક્ષા લતાબેન સોની કોંગી અગ્રણીઓ અભિષેક ઉપાધ્યાય, પૂર્વ વડોદરા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરપર્સન નીલાબેન ઉપાધ્યાય સહિત કોંગી કાર્યકરો જોડાયા હતા…

 

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

અંકલેશ્વરમાં હવાની સ્થિતિ કથળી, ત્રણ દિવસથી રેડ ઝોનમાં; 12 નવેમ્બરે AQI 313 પર પહોંચ્યો

bharuchexpress

અંકલેશ્વર નગર પાલિકાએ દિવાળીનો પર્વને ધ્યાનમાં રાખી હસ્તી તળાવ વિસ્તારથી સાફ-સફાઈ અભિયાન હાથ ધર્યું

bharuchexpress

મનુબર ગામની પાણીની સમસ્યાનો અંત

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़