ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા 2022 નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે મતદારોની સુવિધા માટે ખાસ ઝુંબેશ ના દિવસ તરીકે તારીખ 14 11 2021 ને રવિવાર ,તારીખ 21 11 2021 ના રવિવાર ,તારીખ 27 11 2021 શનિવાર અને તારીખ 28 11 2021 રવિવાર નક્કી કરવામાં આવેલ છે
મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત ખાસ ઝુંબેશ ના દિવસ એટલે કે આજરોજ જિલ્લા કલેકટર શ્રી તુષારભાઈ સુમેરાએ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના વમલેશ્વર બુથ નંબર ૪૬ અને કતપોર 43 / 257 , કતપોર 42 – 1 મતદાન મથકની મુલાકાત લઇ ફોર્મની ચકાસણી કરી બુથ લેવલ ઓફિસર દ્વારા થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું
આ મુલાકાત વેળાએ કલેકટરશ્રીએ હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામ ખાતે આવેલ રત્નેશ્વર મહાદેવ અને વમળનાથ મહાદેવ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે સાથે સરલા બસંત બિરલા ધર્મશાળાની અને કતપોર ખાતે આવેલ સાયકલોન સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. કતપોર ગામે બની રહેલા સીસી રોડના કામની પણ કલેકટરશ્રીએ ચકાસણી કરી હતી
મુલાકાત દરમ્યાન કલેકટરશ્રી સાથે અંકલેશ્વર પ્રાંત અધિકારી શ્રી રમેશભાઈ ભાગોરા , હાસોટ મામલતદાર શ્રી ફ્રાન્સીસ વસાવા અંકલેશ્વર મામલતદાર શ્રી અલ્પેશ ભાઈ પરમાર વગેરે અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી