ઝઘડિયા તાલુકાના ચંદેરીયા ગામે આગામી ૧૫ મી નવેમ્બરના રોજ બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ચંદેરીયા ગામે ઝઘડિયા મતવિસ્તારના ધારાસભ્ય છોટુભાઈ વસાવા દ્વારા ૧૫ મી નવેમ્બરના રોજ બિરસા મુંડાની જન્મજયંતિ પ્રસંગે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. ધારાસભ્યના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવાનો કાર્યક્રમ યોજાશે. બિરસા મુંડા સ્ટેચ્યુના અનાવરણનો કાર્યક્રમ ચંદેરીયા વ્હાઈટ હાઉસ ખાતે રાખવામાં આવ્યો છે અને વ્હાઈટ હાઉસના સંકુલમાં સ્ટેચ્યુની સ્થાપના કરવામાં આવશે તેમ ધારાસભ્ય છોટુભાઈ વસાવા દ્વારા જણાવાયું હતું.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી
previous post