



ગ્રામજનોએ ગ્રામસભામાં જોડાયા જ્યારે એક જાગૃત નાગરિકે સભાનો બહિષ્કાર કર્યો
ભરૂચ તાલુકાના રહડપોર ગામમાં શુક્રવારે ગ્રામસભા યોજાઈ હતી. સભામાં સરપંચ સુશીલાબેન વસાવા, ઇન્ચાર્જ તલાટી, વોર્ડ નંબર ૪ ના સભ્યની તેમજ ગ્રામજનોની પાંખી હાજરી વચ્ચે ગ્રામસભા યોજાઈ હતી. ગ્રામસભા દરમિયાન ફક્ત એક જ સભ્ય હાજર રહેતાં જાગૃત નાગરિક હારુન પટેલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ તેમને જણાવ્યું હતું કે સભ્યોની પૂરતી હાજરી નથી તેમજ માથા પર ગામનું ઇલેક્સન આવી રહ્યું છે ત્યારે હવે ગ્રામસભાનું આયોજન કરવું કેટલું યોગ્ય.
તેમજ ગામમાં પૂરતી ગટર વ્યવસ્થાનો અભાવ છે, પાણીની સમસ્યા રહે છે જેથી આ મુદ્દાઓને ભૂલી અન્ય મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી છે. પાંચ વર્ષ સુધી સરપંચ રહેલા સુશીલાબેનને ગ્રામ હેઠળ આવેલ સોસાયટી અને વિસ્તારોની પૂરતી માહિતી પણ નથી. ઈન્ચાર્જ તલાટીએ જણાવ્યું હતું કે નાણાં પંચ વર્ષ ૨૦૨૨-૨૦૨૩ તેમજ બેઝિક કામો મળી ટોટલ ૨૪ જેટલા કામોને ગ્રામ સભ્યોએ બહાલી આપવમાં આવી છે. જેમાં રોડ,રસ્તા, બ્લોક લગાવવા, ગટર વ્યવસ્થા, પાણીની સમસ્યાનું નિરાકરણ સહિતના મુદ્દાઓ ધ્યાને લેવાયા છે, સાથે જ ઇન્ચાર્જ તલાટીએ દીકરી બચાવો, સ્વચ્છતા અભિયાન, ગ્રામજનો વચ્ચે સમભાવ સહિતના મુદ્દાઓ ઉપર શપથ લેવડાવ્યા હતા. જોકે એક સરપંચને પોતાના મત વિસ્તારની જ પૂરતી માહિતી ન હોય ત્યારે જાણી શકાય છે કે સરપંચે પોતાના કાર્યકાર દરમિયાન ગામના વિકાસમાં કેવા કામો કર્યા હશે. અન્યોના કઠપૂતળી બની સત્તા ભોગવતા સરપંચો અને તેમને વોટ આપી ચૂંટી લાવનાર ગ્રામજનોના ભાવિ અદ્ધરતાલ રહે તો નવાઈ નહિ.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી