અંકલેશ્વર ખાતે દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વધુ એક ઘટના સામે આવી હતી જેમાં અંકલેશ્વરના ભડકોદ્રા ગામ પાસે આવેલ એક શોપિંગ સેન્ટરોની દુકાનોમાં અચાનક એક બેકાબુ ઇકો કાર આવીને ઘુસી જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અચાનક બનેલ ઘટનાના પગલે એક સમયે લોકોના જીવ ટાળવે ચોટયા હતા, ઇકો કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા આ ઘટના સર્જાઈ હોવાનું હાલ પ્રાથમિક વિગતોમાં સામે આવી રહ્યું છે, જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.
અકસ્માતની ઘટના એક સમયે સ્થળ ઉપર લોકટોળા એકત્ર થયા હતા જે બાદ સમગ્ર મામલા અંગે પોલીસ વિભાગને જાણ કરતા પોલીસના કર્મીઓ પણ સ્થળ પર જવા રવાના થયા હતા અને ઉપસ્થિત ભીડને રવાના કરી દુકાનોમાં ઘુસેલ ઇકો કારને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી