નવા વર્ષ માં પુનઃ શુભ સમાચાર સામે આવી રહ્યા છે. આમલાખાડી પુન:જીવંત બની હોય તેવા દ્રશ્યો સામે રહ્યા છે. તાજેતર લીધેલા સેમ્પલ ના બી.ઓ.ડી 8, ક્લોરાઇડ 158 ને સી.ઓ.ડી 56 એમ.જી./આઈ પરિણામો પણ પ્રમાણ આપી રહ્યા છે. ત્યારે આ પરિણામ પણ ગ્રામ્ય તેમજ ડોમેસ્ટિક સુએઝ પાણી ને લઇ બી.ઓ.ડી અને સી.ઓ.ડી નું પરિણામ જોવા મળી રહ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ પાણી ન દેખાતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે.
ચોમાસા દરમિયાન સતત ઉભરાતા પાળા અને વરસાદી પાણીને સાથે આવતા કેમિકલ યુક્ત પાણીને લઇ ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. જીપીસીબીએ પણ મોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત એસેટમાં મોનીટંરીગની કામગીરી કરતા ચોમાસામાં બગડેલી સ્થિતિમાં સુધારો થયો છે. જીપીસીબી દ્વારા ચોમાસા દરમિયાન કડક કાર્યવાહી અને મોનીટંરીગ સ્થિતિ સુધરી હતી. ચોમાસામાં જીપીસીબી દ્વારા કલોઝર ડાયરેકશન 18, નોટીસ ઓફ ડાયરેક્શન 43 અને શો કોઝ નોટિસ 142 ફટકારી કડક કાર્યવાહી કરી હતી.203 કંપની સામે કાર્યવાહી કરી હતી.
આમલાખાડી ઉપરાંત જીપીસીબી દ્વારા છાપરા ખાડી અને અમરાવતીના પણ સેમ્પલ લેવાયા હતા જેમાં પણ સુધારો થયો છે. ચોમાસા દરમિયાન જે સ્થિતિ બગડી હોવાની ફરિયાદ ઉઠી હતી તેમ પણ સુધારો થયો હતો. ત્યારે જળ સ્તર સુધારવા ની સાથે સાથે હવે જીપીસીબી દ્વારા એર મોનીટરીંગ ધ્યાન કેન્દ્રિત કરી સુધારો કરવા તરફ એક્શન પ્લાન અમલમાં મુક્યો છે.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી