ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં જિલ્લા બાળ અને વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ,મહેસાણા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે.આ સેન્ટરમાં શહેર જિલ્લામાં તરછોડાયેલી, ઘેરથી ભાગેલી યુવતીઓનું કાઉન્સીલીંગ, આશ્રય, તબીબી, કાયદાકીય માર્ગદર્શન અને પોલીસ સહાય આપી અનેક મહિલાઓ,યુવતીઓના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યા છે.ભરૂચ જિલ્લામાં રહેતી 25 વર્ષીય હેતલબેન( નામ બદલ્યું છે) તેના 10 વર્ષના લગ્નગાળામાં 2 સંતાન પ્રાપ્તિ થઈ હતી.
આ મહિલાએ 11 મી ઓક્ટોબર 2021ના રોજ 181 મહિલા હેલ્પલાઇનની મદદ માંગતા ટીમે હેતલ અને તેની સાથે 7 વર્ષીય પુત્રીને સખી વન સ્ટોપ ખાતે કાઉન્સલીંગ કરવા મુકવામાં આવી હતી.જેથી ટીમના બહેનોએ તેની ગાયનેક ડોકટર પાસે તબીબી તપાસ માં હેતલબેનને આંતરિક ભાગમાં માર-માર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યાર બાદ હેતલે જણાવ્યું હતું કે,10 મી એકટોબરના રોજ તેના દિયર તથા ભાણેજે તેને પકડી રાખી અને પતિએ દારૂ પીને માર મારીને ગટરમાં નાંખી દીધી હતી. જેથી તેના પડોસીએ 181 માં કોલ કરીને મદદ માંગી હતી. જોકે ત્યાર બાદ સેન્ટર દ્વારા હેતલના માતા-પિતા અને ભાઈનો સંપર્ક કરીને તેના પતિને પણ બોલાવી સમજાવી હદય પરીવર્તન થતાં હેતલનું તેના પતિ સાથે સુખદ પુન:સ્થાપન કરાવ્યું હતું.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી