Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભડકોદરાની ગ્રામ સભામાં સરપંચ સહિત 19 સભ્યો ‘ઘેર’ હાજર રહ્યાં

અંકલેશ્વર ના ભડકોદરા ગામે ગ્રામ સભા બોલાવી પણ પણ સરપંચ સહીત સભ્યો જ હાજર ના રહ્યા ના હતા. 19 પૈકી એક માત્ર સભ્ય હાજર રહ્યા હતા. અધિકારીઓ પણ ના આવતા ગ્રામ સભા નો બહિષ્કાર કરાયો હતો. તહેવાર ટાળે જ યોજાયેલ ગ્રામસભામાં અધિકારી અને પદાધિકારી રજા ના મૂડ માં જોવા મળ્યા હતા. પોતાના પ્રશ્નો લઇ આવેલ ગ્રામજનો એ ગ્રામસભાનો બહિષ્કાર કરી વિરોધ નોંધાયો હતો. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે પીપલ્સ પ્લાન (જીપીડીપી) 2022-23 ના કામો નું આયોજન કરવું માટે ગ્રામ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમજ નોટીફાઈડ ના વર્ષ 2017-18 થી 2019-20 ના કામો નું આયોજન થયેલું હતું જે કામો આજદિન સુધી કોઈ થયા નથી.જે સહિતના મુદ્દે યોજવામાં આવેલ ગ્રામસભામાં પંચાયત ના તલાટી અને ખેતી વિષયક અધિકાર જ હાજર રહ્યા હતા. જયારે સંબંધિત અન્ય વિભાગના એકપણ અધિકારી ફરક્યાં સુધ્ધાં ના હતા. તો ગામના સરપંચ, ડેપ્યુ-સરપંચ સહીત 19 સભ્યો પૈકી એક માત્ર સભ્ય હજાર રહ્યા હતા ખુદ સરપંચ તેમજ ડેપ્યુ-સરપંચ પણ આવ્યા ના હતા જેને લઇ ગ્રામ સભામાં પોતાના પ્રશ્નો લઇ આવેલા ગ્રામજનોમાં અસંતોષ જોવા મળ્યો હતો.

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

ભરુચ: પત્રકાર એકતા સંગઠનનો જિલ્લાનો સ્નેહ મિલન સંમેલનનો કાર્યક્રમ માહિતી વિભાગના પટાંગણમાં યોજાયો

bharuchexpress

ભરૂચમાં ડમ્પિંગ સાઇટ વિના 120 ટન કચરાના નિકાલની સમસ્યા

bharuchexpress

અંકલેશ્વરમાં 25 લાખ લાભાર્થી વીમાથી સુરક્ષિત

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़