વાલિયા-નેત્રંગ તાલુકો અંતરિયાળ વિસ્તારમાં આવ્યો છે, જે તાલુકાઓમાં સરકારી ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાનમાં પહોંચાડવામાં આવતો જથ્થો અનિયમિત પહોંચાડવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જે ફરિયાદોને ધ્યાનમાં રાખી નેત્રંગ મામલતદાર કચેરીના ઇન્ચાર્જ મામલતદાર નવનીત પટેલ વાલિયા ખાતે આવેલ સરકારી ગોડાઉનની આકસ્મિક મુલાકાતે આવી પહોંચ્યા હતા.
ઇન્ચાર્જ મામલતદાર નવનીત પટેલે ગોડાઉનના અધિકારી સુધાબેન વસાવાને જરૂરી સૂચનાઓ આપી અનાજનો જથ્થો નેત્રંગ તાલુકામાં વિતરણ કર્યા બાદ વાલિયા તાલુકામાં વિતરીત કરવા માર્ગદર્શન આપ્યું હતું અને અનાજના સેમ્પલ પણ લીધા હતા. તેમની આકસ્મિક મુલાકાતને પગલે અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.
બ્યુરો રીપોર્ટ: શાહનવાઝ મસાણી