Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

છઠ પૂજાના પર્વ નિમિત્તે ભરુચના ઔદ્યોગિક એકમોથી પરપ્રાંતીય કામદારો માદરે વતન જશે, પ્રત્યક્ષ અસર ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા ઉપર પડશે

અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયાની ઔદ્યોગિક વસાહતમાં આગામી છઠ પૂજાના પર્વને કારણે કામદારોની અછત સર્જાય છે. જેને લઈ સ્થાનિક ઉદ્યોગની ઉત્પાદન પ્રક્રિયામાં મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતા ઉદ્યોગપતિઓએ વ્યક્ત કરી છે.
ઉત્તર ભારતમાં દિવાળી પર્વની જેમ છઠ્ઠ પૂજાનાં પર્વનુ ખૂબ જ મહાત્મય છે. દેશભરમાં ધંધા-રોજગાર અર્થે વસતા પરપ્રાંતિય કામદારો છઠ્ઠ પૂજાના સમયે માદરે વતન ઉત્તર પ્રદેશ કે બિહાર તરફ કૂચ કરતા હોય છે. જેની પ્રત્યક્ષ અસર ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા ઉપર પડતી હોય છે.
અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયામાં જીઆઇડીસી વસાહતની વાત કરીએ તો આ ત્રણેય જી.આઈ.ડી.સી.માં બે હજાર જેટલા કારખાનાઓમાં ફરજ બજાવતા અંદાજે 3 થી 4 લાખ જેટલા કામદારો પૈકી અડધો અડધ કામદારો છઠ્ઠ પૂજા પર્વ નિમિત્તે વતન પહોંચી જતા હોય છે. દિવાળી અંતર્ગત વિવિધ પર્વની શરૂઆત થતાં જ ઉત્તર ભારતીય કામદારો સહ પરિવાર પોતાના વતન જતા હોય છે અને તેને પરિણામે એક થી દોઢ મહિના બાદ પરત ધંધા-રોજગાર અર્થે આવતા હોય છે.
આ સમયે સ્થાનિક ઉદ્યોગ સંચાલકો માટે કામદારોની મોટી અછત સહન કરવાની નોબત સર્જાતી હોય છે. પરિણામે આગામી એક-દોઢ મહિના સુધી તમામ ઉદ્યોગ સંચાલકોએ વૈકલ્પિક કામદારોની હંગામી ભરતી કરવી પડતી હોય છે અને તેની સીધી અસર ઉત્પાદન ક્ષમતા ઉપર પડતી હોય છે. કોરોના સંક્રમણને પગલે લોકડાઉનના સમયગાળામાં ઉધોગ જગતને મોટો આર્થિક ફટકો પડ્યો હતો. માંડ માંડ થોડા મહિનાઓથી ઉદ્યોગજગતની ગાડી પાટે ચઢી હતી, ત્યાં છઠ પૂજા પર્વને પગલે કામદારોનું મિની-વેકેશન ઉદ્યોગજગતની મુશ્કેલીઓ વધી છે તેમાં કોઈ જ બેમત નથી.

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા લાંચરૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની મળેલી બેઠક

bharuchexpress

ભરૂચના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સાત દિવસીય જીવન ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ

bharuchexpress

વેસ્ટ બંગાળના કોલકત્તા થી “સેવ સોઇલ” (માટી બચાવ) ના સંદેશ સાથે ભારત ભ્રમણે નીકળેલ સાયકલિસ્ટ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़