Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

નવા વર્ષના પ્રારંભે જ અંકલેશ્વરમાં સર્જાયો અકસ્માત, ચાચા હોટલ નજીક કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત

નવા વર્ષના પ્રથમ દિવસે જ અંકલેશ્વરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. અંકલેશ્વર નેશનલ હાઇવે પર ચાચા હોટલ નજીક કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.​​​​​​
આજરોજ વહેલી સવારે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલી ચાચા હોટલ પાસેથી એક ખાનગી કંપનીનો સિક્યુરિટી ગાર્ડ પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલી કાર નંબર-જી.જે.02.ડી.એન.2323 ચાલકે રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સિક્યુરિટી ગાર્ડને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચનું સાચું સોનું:સોનાનો પથ્થર અને ગોલ્ડનબ્રિજ હવે માત્ર જોવાલાયક સ્થળ બન્યાં

bharuchexpress

વાલિયા ગણેશ સુગરના તત્કાલીન ચેરમેન અને કોંગી અગ્રણીને વ્યવસ્થાપક સમિતિના સભ્ય પદેથી દુર કરાયા

bharuchexpress

કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી રેતી ખનન થતાં ભુસ્તર વિભાગની GPS માપણી

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़