



આગામી દિવાળી પર્વનું અનુસાંધને ભરૂચ પોલીસ ભરૂચ ની જાહેર જનતાને શુભ દિપાવલી શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવે છે અને નીચે જણાવેલ સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરે છે
~ દિવાળીના વેકેશન દરમિયાન જો આપને સહ પરીવાર સાથે બહાર જવાનું હોય અને જો મકાન બંધ રહેવાનું હોય તો તે બાબતની જાણ સ્થાનિક પોલીસ મથકે અચૂક કરવી
~દિવાળીના વેકેશન દરમિયાન જો આપને ઘર બંધ કરીને જવાનું થાય તો કિંમતી દાગિના બંધ મકાનમાં રાખવા નહીં અને શક્ય હોય તો બેંક લોકર અથવા વિશ્વાસ સંબંધોને સાચવવા આપી જવા અને જો લોકર માં મુકવા જવાનું થાય તે વખતે ગળામાં પટ્ટો ભેરવી શકાય તેવી મજબૂત બેગનો ઉપયોગ કરવો
~ આપણી સોસાયટીમાં 24/7 24 કલાક રહે અને સોસાયટીના રોડ રસ્તા તથા આસપાસનો વિસ્તાર સીસીટીવીથી સજ્જ રહે તે સુનિશ્ચિત કરવું અને સોસાયટીના વોચમેનને ફોટા તથા નંબરો સહિતની માહિતી નજીકના પોલીસ મથકમાં જમા કરાવવી
~ જો આપને બેથી ચાર કલાક પણ ઘર બંધ કરી બહાર જવાનું થાય તો પણ સોસાયટીના વોચમેન ને જાણ કરવી
~ દિવાળીના તહેવાર અંતર્ગત મહિલાઓ ભીડભાડવાળી બજારોમાં જાય તો શક્ય હોય ત્યાં સુધી મોંઘા દર દાગીના ઘરે મૂકીને જવું તથા ખરીદી દરમિયાન બજારમાં સતર્કતા રાખવી
~ જ્યારે આપ ખરીદી કરતા હોય ત્યારે આપના પાર્ક કરેલા વાહનમાં કોઈ કીમતી ચીજ વસ્તુઓ વગેરે સામાન રાખવો નહીં
~ ખરીદી દરમિયાન આપના વાહનને સુવ્યવસ્થિત પાર્ક કરવા અને જાહેર જનતા રાહદારી કે વેપારી વર્ગને અડચણ રૂપ ના થાય તેની જનતાને તકેદારી રાખવી
🌟 આગામી દિવાળીના તહેવારમાં કોવિડ 19 ની સરકાર શ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઇડ લાઇનનો ચૂસ્તપણે અમલ કરવો
🌟 ખુલ્લી જગ્યાઓ પર ફટાકડા ફોડવાનો આગ્રહ રાખવો અને ફટાકડા ફોડકી વખતે આજુ બાજુમાં કોઈ જ્વલન શીલ પદાર્થ કે ખેતપેદાશો ને નુકસાન ના થાય તેની ખાતરી રાખવી
🌟 ફટાકડા ફોડતી વખતે નાના બાળકોને દુર રાખો અને બાળકોનું વિશેષ ધ્યાન રાખવું
🌟 ફટાકડા ફોડતી વખતે પગમાં ચપ્પલ પહેરો અને વધારે ઉત્સાહિત થઈ હાથમાં ફટાકડા ફોડવા નહીં
🌟 વીજળીના થાંભલા અને ઈલેક્ટ્રીક વાયર નજીક ક્યારે ફટાકડા ફોડવા નહીં
🌟 આપણી સતર્કતા જ આપણી સલામતી 🌟
ભરૂચ એક્સપ્રેસ ન્યૂઝ દ્વારા ધનતેરસ ની શુભ કામનાઓ
શાહનવાઝ મસાણી