Bharuch Express
ब्रेकिंग न्यूज़
Otherભરૂચ શહેર

ભરુચ જીલ્લાના અંકલેશ્વર તાલુકા મા ૨૦૦ થી વધારે zomato રાઇડર ની સ્ટ્રાઇક

Zomato રાઇડરોની માંગ પુરી નહી થાય તો કોઇ પણ રાઇડર ઓન લાઇન નહી થાય

 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આજરોજ જોમેટો રાઇડર ઓ દ્વારા પોતાની માંગને લઇને સ્ટ્રાઈક કરવામાં આવી
અંકલેશ્વર તાલુકામાં જોમેટો રાઇડર દ્વારા વાલિયા ચોકડી પર પોતાની 24 માંગો સાથે ભેગા થઈ સ્ટ્રાઇક કરવામાં આવી.
પેટ્રોલના વધતા જતા ભાવ ના લીધે જોમેટો રાઇડરો ના કિલોમીટરમાં પણ ભાવ વધવો જોઈએ. જેમાં 4.50 રુપીયા છે જેને  6 રુપીયા કિલોમીટર નો વધારો કરવો જોઈએ.

મલ્ટી ઓર્ડરમાં મિનિમમ બેજ મળવું જોઈએ,

હોટલના મિસ બિહેવિયર બંધ થવા જોઈએ,

ચોમાસા દરમિયાન રાઇડર ઓને હોટેલ પર બેસવા દેવામાં આવતા નથી.

બીજા ની આઈડી યુઝ ન થાય તે માટે દરેકને આઇડી કાર્ડ આપવા જોઈએ જેથી કસ્ટમર અથવા હોટલવાળા તમામ વ્યક્તિને તેનો પરિચય હોવો જરૂરી છે જેથી કોઈ અ ઘટના ન બને.

પોલીસ વારંવાર રોકે છે તેમજ તેના લીધે ઓર્ડર ડીલે થાય છે જેથી આઇડી કાર્ડ હોય અથવા તેમની સામે રક્ષણ માટે નું આઈડી પ્રુફ હોવું જોઈએ.

જોમેટો ની એપ્લિકેશન માં વારંવાર પ્રોબ્લેમ આવવાથી પે આઉટ પણ નથી મળતું.

કેટલાક હોટલ વાળાઓ રાઇડર ને ધમકી પણ આપતા હોય છે કે તારું આઈડી બંધ કરાવી દઈશ તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે
આવા 24 જેટલા પ્રશ્નોને લઇ આજે જોમેટો રાઇડર દ્વારા વાલિયા ચોકડી પર સ્ટ્રાઇક કરવામાં આવી

બ્યુરો રીપોર્ટ:શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા જીલ્લાના પત્રકાર તેમજ પરિવારજનો માટે મેડિકલ કેમ્પ યોજાયો

bharuchexpress

ભરૂચ: જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ અને કાયદો વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જાળવવા અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટનું જાહેરનામું

bharuchexpress

ભરૂચ: કોવિડ સ્મશાન ખાતે એક સાથે 2 મૃતદેહો ના કોવિડ પ્રોટોકોલ મુજબ અગ્નિસંસ્કાર કરાયા.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़