Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચ ખાતે નવ નિયુકત કલેકટર તરીકે શ્રી તુષારભાઇ સુમેરાએ ચાર્જ સંભાળયો…

ભરૂચ ખાતે નવ નિયુકત કલેકટર તરીકેશ્રી તુષારભાઇ સુમેરાની નિમણૂંક થતાં તેઓએ પોતાનો ચાર્જ આજ રોજ સંભાળી લીધો છે. ૨૦૧૨ની બેચના ડાયરેકટ આઇ.એ.એસ તરીકે નિમણૂંક થતાં આસીસ્ટન્ટ કલેકટર- મોરબી,ડીડીઓ- નવસારી, રીજીયનલ કમિશ્નર,મ્યુનિસિપાલિટી- ભાવનગર, મ્યુનિસિપલ કમિશ્નર- જુનાગઢ અને છેલ્લે કલેકટર- બોટાદ તરીકે પોતાની ફરજો બજાવી હતી.

ચાર્જ સંભાળતાની સાથે જ રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી નિમિત્તે  “ એકતા શપથ “ કાર્યક્રમનું આયોજન કલેકટર કચેરી- ભરૂચના સભાખંડમાં નવનિયુકત કલેકટરશ્રી તુષારભાઇ સુમેરાના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યું હતું.

એક ભારત- શ્રેષ્ડ ભારતના સ્વપ્નદ્રષ્ટા લોહપુરૂષ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ ૩૧ ઓકટોબરે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના અનુસંધાને કલેકટર કચેરી સભાખંડમાં રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં અધિકારી- કર્મચારીઓ ધ્વારા  રાષ્ટ્રની એકતા,અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા,દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા, દેશ માટે પોતાનું યોગદાન આપવાના શપથ લીધા હતા.

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતા શપથ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટરશ્રી જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીશ્રી એન.આર.પ્રજાપતિ સહિત કલેકટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓમાં અધિકારી- કર્મચારીઓ ધ્વારા એકતા શપથ લેવામાં આવ્યા હતા.

બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી ભરૂચ

Related posts

ભરૂચમાં 24 કલાકમાં દારૂના 97 કેસ, 11.88 લાખનો મુદ્દામાલ જપ્ત

bharuchexpress

ભરૂચ:પર્યાવરણ જાગૃતિ માટે લગાવેલ બોર્ડ ચર્ચાનું કેન્દ્ર બન્યો,ભરૂચ ની જગ્યાએ તંત્રએ ભરુત લખેલા બોર્ડ લગાવી દીધા..!

bharuchexpress

ભરૂચ-નર્મદા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદથી સંભવત: પૂરનો ખતરો, બન્ને જિલ્લાના 5 ડેમ હાઈ એલર્ટ પર

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़