Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

દહેજ ખાતે ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો-2021નો સમાપન સમારોહ યોજાયો, દેશભરમાંથી 15,000 થી વધુ કંપનીઓના પ્રતિનિધિઓએ એક્સ્પોની મુલાકાત લીધી

દહેજ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો-2021નો ભવ્ય સમાપન સમારોહ ગઈ કાલે બુધવારે યોજાયો હતો. દહેજ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો-2021નું 25 થી 27 ઓક્ટોબર દરમિયાન દહેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ ઔદ્યોગિક એક્સ્પો દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આ પ્રકારનો પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો હતો. દેશના વિવિધ ભાગોમાંથી લગભગ 450 સપ્લાયર્સ/વિક્રેતાઓએ આ એક્સ્પોમાં ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, સિવિલ વગેરે સેગમેન્ટના તેમના ઉત્પાદનો અને સાધનોનુ પ્રદર્શન કર્યુ હતું.
આ ઔદ્યોગિક એક્સ્પોને અસાધારણ પ્રતિસાદ મળ્યો હતો અને દેશભરમાંથી 15,000 થી વધુ કંપનીઓના પ્રતિનિધિઓએ આ એક્સ્પોની મુલાકાત લીધી હતી. આ એક્સ્પો દ્વારા વિવિધ સપ્લાયર્સ અને ખરીદદારો એક જ પ્લેટફોર્મ પર આવ્યાં હતા અને તમામ હિતધારકો દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી હતી. આ એક્સ્પોનું આયોજન દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને એડી’સ પેજ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર દહેજ વિસ્તારમાં ફેલાયેલા વિવિધ ઉદ્યોગોની લાંબા સમયથી પડતર માંગણી હતી કે, બિઝનેસમાં સરળતા માટે અને તેમના ડિમાન્ડ-સપ્લાય ઓપરેશન્સના લાંબા ગાળાના સોલ્યુશન માટે સપ્લાયર્સ અને ઉદ્યોગોને એક મંચ પર લાવવા માટે આવા એક્સ્પોનું આયોજન કરવામાં આવે. આ એક્સ્પોની ભવ્ય સફળતાથી દહેજ-ભરૂચ વિસ્તારના હાલના તેમજ આવનારા ઉદ્યોગોને લાભ મળશે. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રઘુનંદન ભદોરિયા અને ટીમ દ્વારા કરવામા આવ્યું હતું.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરિકે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ, અતિથિ વિશેષ તરીકે BJP જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, અખિલ ભારતીય કાર્ય સમિતિ લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ બળદેવ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન અને વિવિધ ઉદ્યોગો, DIA, દહેજ – SEZ સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રીપોર્ટ:શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૨થી દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ

bharuchexpress

અંકલેશ્વર: GIDC પોલીસ સ્ટેશનનો TRB જવાન રૂ. 100 ની લાંચ લેતા ACB ના હાથે ઝબ્બે

bharuchexpress

ભરૂચની દેહગામ ચોકડી પાસે આવેલ અલ મુકામ સોસાયટી ખાતે ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़