Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચ ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષપદે કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી (CSR) ની બેઠક યોજાઇ

ઇનચાર્જ કલેકટર શ્રી યોગેશભાઇ ચૌધરીના અધ્યક્ષપદે ભરૂચ કલેકટર કચેરીના સભાખંડમાં કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી (CSR)ની બેઠક યોજાઇ હતી. જેમાં શિક્ષણ, આરોગ્ય, આઇસીડીએસ, ડીઆરડીએ,કૃષિ, વાસ્મો વગેરે સરકારી વિભાગના પ્રતિનિધિશ્રીઓ તેમજ ભરૂચ જિલ્લાની લગભગ ૩૨ કંપનીઓના સીએસઆર પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહયા હતા. બેઠકમાં કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી (CSR) અનુદાન ધ્વારા ઉડીએ જ્ઞાનની પાંખે અભિયાન, શાળામાં પેરા ટીચર્સની નિમણૂંક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગાયનેકોલોજિસ્ટની નિમણૂંક, કુપોષણ નિવારણ અંગે પ્રયાસ,સ્વ-સહાય જૂથોને આજીવિકા નિર્માણ માટેની સહાય, કૃષિક્ષેત્રે સીમાંત ખેડૂતોને સહાય વગેરે જેવા વિષયકાર્યો પર કામ કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં વાગરા તાલુકા સ્થિત અદાણી ફાઉન્ડેશન અને એસઆરએફ લિમિટેડ અને અંકલેશ્વર તાલુકા સ્થિત સન ફાર્મા લિમિટેડના પ્રતિનિધિશ્રીઓ ધ્વારા અમલીકરણ થયેલ સીએસઆર પ્રવૃતિઓનું મૌખિક પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું એમ નિવાસી અધિક કલેકટરશ્રી- ભરૂચે એક અખબારી યાદીમાં જણાવેલ છે.
બ્યુરો રીપોર્ટ : શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSO ઉપર પોલીસ સ્ટેશનમાં થયો હુમલો

bharuchexpress

ભડકોદરાની ગ્રામ સભામાં સરપંચ સહિત 19 સભ્યો ‘ઘેર’ હાજર રહ્યાં

bharuchexpress

આમોદ: પાલિકાની સામાન્ય સભા વિપક્ષી સભ્યોની બહુમતી સાથે યોજાઈ, શાસક પક્ષના ૮ અને વિપક્ષના ૯ સભ્યો હાજર રહ્યાં.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़